રાજ્યસભાના સાંસદ ઉમેદવાર તરીકે અનેક પ્રયાસ છતાં રાજીવ શુકલાને પડતા મુકાયા

નવી દિલ્હી તા. ૧૬ : પ્રિયંકા ગાંધી વાડ્રાની કૃપા આ વખતે રાજીવ શુકલા પર વરસી નહીં. ત્રણ વાર કોંગ્રેસના રાજયસભા સાંસદ અને પ્રધાન રહી ચૂકેલા રાજીવ શુકલાની ચાલ સફળ રહી નથી. ગુજરાતમાંથી રાજયસભાના ઉમેદવાર તરીકે નામ લગભગ નક્કી હતું, પરંતુ લોકલ કોંગ્રેસી નેતા-વિધાનસભ્યોનો ભારે વિરોધ જોઈને તેમનું નામ પડતું મુકવું પડયું હતું. કોંગ્રેસીઓ ક્રોસ વોટીંગ કરશે એવી ચીમકી અપાઈ હતી.
અહમદ પટેલે આ મુદ્દે સોનિયા ગાંધીને વાકેફ કર્યા હતા અને રાજીવ શુકલાના સ્થાને શકિતસિંહ ગોહિલનું નામ સૂચવ્યું હતું જેને છેલ્લી ઘડીએ મંજૂરી અપાઈ હતી. શકિતસિંહની મહેનતથી જ ગત વર્ષે અહમદ પટેલ રાજયસભાના સાંસદ બની શકયા હતા. મોદી-શાહે મોટાભાગના પગલાં રાતના સમયે જ લીધા છે.
જેમાં જીએસટી બિલ, નોટબંધી, વર્માને સીબીઆઈના હોદ્દેથી હઠાવવા, મહારાષ્ટ્રમાં અજિત પવાર સાથે સરકાર બનાવવાનો નિર્ણય તથા મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકારને બહુમતી સાબિત કરવાનો આદેશનો સમાવેશ થાય છે. લોકો કહે છે કે રાતના બધા નિર્ણય ફળદાયક રહ્યા છે.