ઈટલીથી આવેલો કોરોનાનો આ વીડિયો ધડાધડ ર૪૦ લાખ લોકોએ જોઇ લીધા

ઇટલી : ચીન પછી જો બીજા કોઈ દેશમાં કોરોનાના સૌથી વધારે કેસ હોય તો તે છે ઈટલી. 12,500 કરતાં પણ વદારે લોકો કોરોનાની ઝપટમાં આવી ગયાના સમાચાર છે. આવા ખતરનાક વાયરસથી બચવા માટે લોકોએ પોતાને ઘરની અંદર બંધ કરી દીધા છે. ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે. આખા શહેરના શહેર ખાલી પડ્યા છે. લોકોએ બહાર નીકળવાનું જ બંધ કરી દીધું છે. એ વચ્ચે આ વીડિયો સામે આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયો 240 લાખ લોકોએ જોઈ નાંખ્યો છે.
આ વીડિયોમાં લોકો પોતાની બાલકનીમાં ઉભા ઉભા ગીત ગાય છે. બધા પોતાની બાલકનીની બહાર નીકળીને એકસાથે ગીત ગાઈ રહ્યા છે. કોઈ ગિટાર વગાડી રહ્યા છે તો કોઈ કંઈક મ્યૂઝિકના સાધનો લઈ વગાડી રહ્યા છે. પાર્ટી જેવો માહોલ છે. તો વળી કોઈ લોકો દર્શક તરીકેનું પણ કામ કરી રહ્યા છે. આ વીડિયો ઈટલીના સિસલીનો છે. તો જુઓ અહીં આ સરસ વીડિયો…