મધ્ય પ્રદેશમાં ફ્લોર ટેસ્ટ પહેલા કોરોના ટેસ્ટ: જયપુરથી ભોપાલ આવેલા કોંગ્રેસના ધારાસભ્યોના પણ ટેસ્ટ થયા
માનેસર અને બેંગલુરૂથી આવતા ધારાસભ્યોના પણ ટેસ્ટ થશે.

bhopal :દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના દર્દીને ધ્યાને રાખી નેતાઓ અને રાજકીય પાર્ટીઓમાં પણ ડરનો માહોલ ઉભો થઈ રહ્યો છે. આજ કારણ છે કે, મધ્ય પ્રદેશમાં એક બાજૂ રાજકીય ડ્રામા હજૂ શાંત થયો નથી. ત્યાં વળી જયપુરથી ભોપાલ આવેલા કોંગ્રેસના ધારાસભ્યોના પણ ટેસ્ટ થયા હતા.
હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે ભયનો માહોલ છે, ત્યારે આવા સમયે રાજસ્થાનમાં પણ કોરોના વાયરસના દર્દીઓ સામે આવ્યા હતા, જો કે, આજે ત્યાં 3 દર્દીઓ સાજા થઈને ઘરે જતા રહ્યા હતા, અગાઉ ત્યાં ઈટલીથી આવેલા પ્રવાસીઓના કારણે ભયનો માહોલ સર્જાયો હતો, જેના કારણે કોંગ્રેસના જે ધારાસભ્યો જયપુરમાં રોકાયા હતા, તે ધારાસભ્યો ભોપાલ પહોચતા તેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ઉપરાંત માનેસર અને બેંગલુરૂથી આવતા ધારાસભ્યોના પણ ટેસ્ટ થશે.