કોરોના વાયરસ સામે લડવા અને પીડિતોની મદદ કરવા આગળ આવ્યા દિગ્ગજ ફૂટબોલર રોનાલ્ડો
પુર્તગાલ સ્થિત પોતાની બધી જ હોટલને હોસ્પિટલમાં ફેરવશે : ફ્રી સારવાર આપશે : ડોક્ટર અને નર્સના પગાર પણ ચુકવશે

નવી દિલ્હી : સમગ્ર દુનિયા કોરોના વાયરસ સામે ઝઝૂમી રહી છે અને વિશ્વ સ્વાસ્થ સંગઠન (WHO) એ કોરોના વાયરસને એક મહામારી જાહેર કરી છે. ત્યારે પુર્તગાલ ટીમના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ પીડિતોની મદદ માટે આગળ આવ્યા છે.
જુવેંતસ ક્લબ માટે રમનાર રોનાલ્ડોને કોરોના વાયરસ (Corona virus) ના આ ખતરા સામે લડવા અને પીડિત લોકોની મદદ કરવા માટે પુર્તગાલ સ્થિત પોતાની બધી જ હોટલને હોસ્પિટલમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે. આ હોસ્પિટલોમાં કોરોના વાયરસથી પીડિત લોકોની ફ્રીમાં સારવાર કરવામાં આવી શકાશે.
સ્પેન સ્થિત માર્કા ડેલીએ કહ્યુ કે, રિયલ મેડ્રિડના પૂર્વ ખેલાડી રોનાલ્ડો હોસ્પિટલોમાં કોરોના વાયરસથી પીડિત લોકોની દરેક સંભવ મદદ કરાવશે. તે સાથે જ આ હોસ્પિટલમાં ડૉક્ટર્સ અને નર્સને આપવામાં આવતી સૈલરી પણ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની સંસ્થા જ આપશે.
રોનાલ્ડોએ આ વાતની સત્તાવાર જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કરી લખ્યુ છે કે, આ સમયે પૂરી દુનિયા ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતીમાંથી પસાર થઈ રહી છે અને આપણા બધા જ પાસેથી સારવારની માગ કરી રહી છે. હું આજે તમને આ વાત એક ફુટબોલ ખેલાડી તરીકે નહી, પરંતુ એક દિકરા, પિતા અને એક માણસના રુપમાં કરુ છુ, જે આ પ્રકારની વસ્તુઓથી પ્રભાવિત છે.
રોનાલ્ડોએ આગળ લખ્યુ છે કે, તે જરૂરી છે કે, અમે બધા જ WHO ની સલાહને માનીએ કે, આ પ્રકારની સ્થિતિને રોકવી જોઈએ. કોઈપણ વસ્તુથી વધારે જરુરી માણસ જીવનની સુરક્ષા છે. મે તે બધાને પોતાની સંવેદનાઓ મોકલવવા માગુ છુ, જેમણે પોતાના નજીકના સંબંધીઓને આ બીમારીમાં ખોઈ બેઠા છે. હું તે લોકો સાથે ઊભો છુ, જે આ સંક્રમણ સાથે લડી રહ્યા છે.