વંદે ભારત ટ્રેનથી સિક્કીમને જોડાય તેવી શક્યતા:ભારત આપી શકે ચીનને ટેન્શન
- સિક્કીમમાં જો વંદે ભારત શરૂ થઈ તો તેની સમગ્ર પૂર્વોત્તર વિસ્તારમાં કનેક્ટિવિટી વધારવામાં મહત્વની ભૂમિકા રહેશે.

નવી દિલ્હી ;દેશભરના વિવિધ રાજ્યોમાં ચલાવવામાં આવી રહેલી વંદે ભારતને સિક્કીમમાં દોડાવવાની યોજના ધરાવે છે. જો આ શક્ય બનશે તો રેલવેના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે. સિક્કીમમાં જો વંદે ભારત શરૂ થઈ તો તેની સમગ્ર પૂર્વોત્તર વિસ્તારમાં કનેક્ટિવિટી વધારવામાં મહત્વની ભૂમિકા રહેશે.
જો આ શક્ય બનશે તો સેમી હાઈ-સ્પીડ ટ્રેન સેવા સિક્કીમને ભારતીય રેલવે નેટવર્ક સાથે જોડશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે આગામી વર્ષ ડિસેમ્બર સુધીમાં સિક્કીમમમમને જોડવા માટે સેમી-હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ચલાવવાની યોજના છે. સિક્કીમમાં યાત્રા દરમિયાન તેમણે 45 કિમી લાંબી સેવોકે-રંગપો રેલવે પ્રોજેક્ટની પ્રગતિનું નિરીક્ષણ પણ કર્યું હતું.
વૈષ્ણવે કહ્યું હતું કે માર્ગમાં 14 સુરંગ અને 17 પુલ હશે. છ સુરંગોનું કામ અગાઉથી જ ખતમ થઈ ચુક્યું છે અને પૂલોનું નિર્માણ પણ ઝડપભેર ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રી સિક્કીમને ભારતના રેલવે નકશા પર લાવવા ઈચ્છે છે. સિક્કીમમાં વંદે ભારત એક્સપ્રેસ ડિસેમ્બર,2024 સુધીમાં જોડવામાં આવી શકે છે.
ધ ટેલીગ્રાફના એક અહેવાલ પ્રમાણે નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર રેલવેના સૂત્રોએ કહ્યું કે કેન્દ્ર સરકાર ભારત ચીન સીમા પર સ્થિત નાથૂ-લા સુધી રેલ લિંક તૈયાર કરવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે સેવોકે-રંગપો ખંડ આ વર્ષ ડિસેમ્બર સુધીમાં પૂરો થઈ જવાની સંભાવના છે. સિક્કીમ ભૌગોલિક રીતે રણનીતિક છે અને માટે અરુણાચલ પ્રદેશ તથા લદ્દાખની જેમ રાજ્યની કનેક્ટિવિટીમાં સુધારા કેન્દ્રની પ્રાથમિકતા છે. જો સિક્કીમમાં વંદે ભારત શરૂ થશે તો તે 5 કલાકથી ઓછા સમયમાં ગુવાહાટી પહોંચાડી દેશે, જે લોકો માટે ગેમ ચેન્જર સાબિત થશે.