ICCએ જાહેર કર્યું મહિલા T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ : 8 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે મુકાબલો
ટૂર્નામેન્ટની નવમી આવૃત્તિ 3 ઓક્ટોબરથી શરૂ થશે. ફાઈનલ સહિત કુલ 23 મેચો યોજાશે. બાંગ્લાદેશ દ્વારા આયોજિત થનારી ટુર્નામેન્ટમાં 10 ટીમો ટ્રોફી માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચણી : લીગ તબક્કામાં દરેક ટીમ ચાર-ચાર મેચ રમશે

મુંબઈ : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ રવિવારે મહિલા T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર કર્યું. ટૂર્નામેન્ટની નવમી આવૃત્તિ 3 ઓક્ટોબરથી શરૂ થશે. ફાઈનલ સહિત કુલ 23 મેચો યોજાશે. બાંગ્લાદેશ દ્વારા આયોજિત થનારી ટુર્નામેન્ટમાં 10 ટીમો ટ્રોફી માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. લીગ તબક્કામાં દરેક ટીમ ચાર-ચાર મેચ રમશે. ગ્રુપ A અને ગ્રુપ Bની ટોપ-2 ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. આઈસીસીએ કહ્યું કે જો જરૂર પડે તો સેમીફાઈનલ અને ફાઈનલ બંને માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. .
ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં 4 ઓક્ટોબરે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતની પ્રથમ ટક્કર ન્યુઝીલેન્ડ સાથે થશે. ભારત 6 ઓક્ટોબરે કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે ટકરાશે. ટીમ ઈન્ડિયાને ક્વોલિફાયર 1ની ત્રીજી મેચ 9 ઓક્ટોબરે અને ચોથી મેચ 13 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે. ભારતે ચારેય મેચ સિલ્હટના મેદાન પર રમવાની છે. ઓસ્ટ્રેલિયા ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ઓસ્ટ્રેલિયાએ ગયા વર્ષે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું.
ગ્રુપ A: ભારત, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ક્વોલિફાયર 1
ગ્રુપ બી: ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા, ક્વોલિફાયર 2
આજે ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનારી બે ટીમોની સાથે મુખ્ય ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય કરનાર બે ટીમો નક્કી કરવામાં આવશે. આયર્લેન્ડ, UAE, શ્રીલંકા અને સ્કોટલેન્ડ મુખ્ય ટુર્નામેન્ટમાં સ્થાન મેળવવાની રેસમાં છે. આયર્લેન્ડની ટીમ આજે પ્રથમ સેમીફાઈનલમાં સ્કોટલેન્ડ સામે ટકરાશે જ્યારે બીજી સેમીફાઈનલ પણ આજે જ રમાશે જેમાં યુએઈ શ્રીલંકા સામે ટકરાશે. બંને સેમિફાઇનલ અબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં રમાશે.
ટી20 વર્લ્ડ કપ 2024નું સંપૂર્ણ શેડ્યૂલ ઑક્ટોબર 3: ઇંગ્લેન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, ઢાકા ઑક્ટોબર 3: બાંગ્લાદેશ વિ ક્વોલિફાયર 2, ઢાકા ઑક્ટોબર 4: ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ક્વોલિફાયર 1, સિલ્હટ 4 ઓક્ટોબર: ભારત વિ ન્યુઝીલેન્ડ, સિલ્હેટ 5 ઓક્ટોબર: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, ઢાકા 5 ઓક્ટોબર: બાંગ્લાદેશ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, ઢાકા 6 ઓક્ટોબર: ન્યુઝીલેન્ડ વિ ક્વોલિફાયર 1, સિલ્હેટ 6 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન, સિલ્હેટ 7 ઓક્ટોબર: વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ક્વોલિફાયર 2, ઢાકા 8 ઑક્ટોબર: ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ પાકિસ્તાન, સિલ્હટ 9 ઓક્ટોબર: બાંગ્લાદેશ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, ઢાકા 9 ઓક્ટોબર: ભારત વિ ક્વોલિફાયર 1, સિલ્હટ 10 ઓક્ટોબર: દક્ષિણ આફ્રિકા વિ ક્વોલિફાયર 2, ઢાકા ઑક્ટોબર 11: ઑસ્ટ્રેલિયા vs ન્યુઝીલેન્ડ, સિલ્હેટ ઑક્ટોબર 11: પાકિસ્તાન વિ ક્વોલિફાયર 1, સિલ્હેટ ઓક્ટોબર 12: ઈંગ્લેન્ડ વિ વેસ્ટ ઈન્ડિઝ, ઢાકા 12 ઓક્ટોબર: બાંગ્લાદેશ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, ઢાકા 13 ઓક્ટોબર: પાકિસ્તાન વિ ન્યુઝીલેન્ડ, સિલ્હેટ ઑક્ટોબર 13: ભારત વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા, સિલ્હટ ઑક્ટોબર 14: ઇંગ્લેન્ડ વિ ક્વોલિફાયર 2, ઢાકા 17 ઓક્ટોબર: પ્રથમ સેમિફાઇનલ, સિલ્હેટ 18 ઓક્ટોબર: બીજી સેમિફાઇનલ, ઢાકા 20 ઓક્ટોબર: ફાઈનલ, ઢાકા