કાશ્મીરમાં વિકાસ જોયા પછી જાતે તેમાં સામેલ થવા માંગશે : રાજનાથસિંહનું POKને લઈને મોટું નિવેદન
રક્ષા મંત્રી રાજનાથ સિંહ જોર આપતા કહ્યું કે, પીઓકે અમારું હતું, છે અને અમારું રહેશે

નવી દિલ્હી :લોકસભા ચૂંટણી 2024 વચ્ચે દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે POKને લઈને મોટું નિવેદન આપ્યું છે. રાજનાથ સિંહે કહ્યું કે, ભારત પાકિસ્તાનના કબજા વાળા કાશ્મીર (POK) પર પોતાનો દાવો ક્યારેય છોડશે નહીં પરંતુ તેને બળપૂર્વક પોતાના કબજામાં કરવાની આવશ્યકતા પડશે નહીં કારણ કે તેના લોકો કાશ્મીરમાં વિકાસ જોયા પછી જાતે જ તેમાં સામેલ થવા માગશે.
રાજનાથ સિંહે ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથેની વિશેષ વાતચીતમાં કહ્યું કે, જમ્મૂ-કાશ્મીરમાં જમીની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે અને એક સમય એવો આવશે જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં અફસ્પા (આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ)ની આવશ્યક્ત રહેશે નહીં.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ જોર આપતા કહ્યું કે, પીઓકે અમારું હતું, છે અને અમારું રહેશે. જમ્મૂ-કાશ્મીરમાં જમીની હાલતમાં સુધારાનો હવાલો આપતા સિંહે કહ્યું કે, ત્યાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી થશે. પરંતુ તેમને તેના માટે સમયમર્યાદા બતાવી નથી.