મુખ્ય સમાચાર
News of Sunday, 5th May 2024

પ્રજ્વલ રેવન્ના પર કસાયો સિકંજો : ઇન્ટરપોલે બ્લુ કોર્નર નોટિસ જારી કરી

SITએ CBIને પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ જારી કરવાની વિનંતી કરી હતી

કર્ણાટક SITની વિનંતી પર, ઇન્ટરપોલે જાતીય સતામણીના આરોપી અને JD(S) સાંસદ પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ જારી કરી છે. કર્ણાટકના ગૃહમંત્રી પરમેશ્વરાએ કહ્યું કે આ મામલે ઈન્ટરપોલ પાસેથી મદદ માંગવામાં આવી છે.

   SIT એ જાતીય સતામણીના આરોપી JD(S) સાંસદ પ્રજ્વલ રેવન્ના પર તેની પકડ કડક કરવાનું શરૂ કર્યું છે. પ્રજ્વલ રેવન્નાના પિતા ધારાસભ્ય એચડી રેવન્નાની ધરપકડ બાદ હવે ઈન્ટરપોલે તેમની સામે બ્લુ કોર્નર નોટિસ જાહેર કરી છે. કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરાએ કહ્યું કે પ્રજ્વલ રેવન્ના સામે બ્લુ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે SITએ CBIને પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ જારી કરવાની વિનંતી કરી હતી. એવું માનવામાં આવે છે કે પ્રજ્વલ રેવન્ના હાલમાં જર્મની ભાગી ગયો છે.

   કર્ણાટકના ગૃહપ્રધાન પરમેશ્વરાએ કહ્યું કે, જાતીય સતામણીના કેસનો સામનો કરી રહેલા પ્રજ્વલ રેવન્નાને ભારત પરત લાવવા માટે ઈન્ટરપોલની મદદ લેવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે SITએ JD(S) સાંસદ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી હતી અને તેમને હાજર થવા માટે કહ્યું હતું, પરંતુ રેવન્ના હાજર થયા ન હતા

   કર્ણાટકના ગૃહ પ્રધાન પરમેશ્વરાએ કહ્યું કે ઇન્ટરપોલે આરોપી પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ જારી કરી છે. શનિવારે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ આ કેસની તપાસ માટે રચાયેલી SITના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તે બેઠકમાં એસઆઈટીના અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી.

 સીએમ ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એસઆઈટીએ સીબીઆઈને ઇન્ટરપોલને સાંસદ પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ જારી કરવા વિનંતી કરવા વિનંતી કરી હતી.

   

(6:14 pm IST)