કાર્યકર્તાએ ખભા પર હાથ મૂક્યો તો ડીકે શિવકુમારનો આવ્યો ગુસ્સો : થપ્પડ મારી, વીડિયો વાયરલ થયો
ડીકે શિવકુમારે હાવેરીના સાવનુર શહેરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના નગર નિગમના સભ્ય અલાઉદ્દીન મણિયારને થપ્પડ મારી

કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે હાવેરીના સાવનુર શહેરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના નગર નિગમના સભ્ય અલાઉદ્દીન મણિયારને થપ્પડ મારી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ ભાજપે તેમના પર પ્રહારો કર્યા છે
કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે ચાલી રહેલી લોકસભા ચૂંટણી માટે પ્રચાર કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરને થપ્પડ મારી હતી. ડીકે શિવકુમારનો કોંગ્રેસ કાર્યકરને થપ્પડ મારતો વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્રચાર કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓ “DK DK” ના નારા લગાવી રહ્યા હતા. ડીકે શિવકુમાર પહોંચતા જ કોંગ્રેસના એક કાર્યકર્તાએ તેમના ખભા પર હાથ મૂક્યો તો શિવકુમાર ગુસ્સામાં આવી ગયા અને કાર્યકરને થપ્પડ મારી દીધી હતી