ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ આખરે હટાવાયો
મહારાષ્ટ્રમાં મતદાન અગાઉ સરકારનો મોટો નિર્ણય ઃજોકે સરકારે જો ડુંગળીની નિકાસ શરૃ થશે તો ભાવ વધશે

મુંબઈ, તા.૪ :ભારત સરકારે એક મોટો નિર્ણય કરતા ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધને હટાવી લીધો છે. સરકારના આ નિર્ણયના પગલે મહારાષ્ટ્રના વેપારીઓને મોટી રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે સરકારે આ નિર્ણય આગામી ત્રીજા તબક્કામાં મહારાષ્ટ્રમાં ચૂંટણી યોજાવવાની છે, તે પહેલા લીધો છે.
ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડે(ડીજીએપટી) તેના એક નોટિફિકેશનમાં ડુંગળીની મિનિમમ એક્સપોર્ટ પ્રાઈસ (ડુંગળીની લધુતમ કિંમત) પ્રતિ ટન ૫૫૦ ડોલર નક્કી કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ભારત સરકારે બાંગ્લાદેશે, શ્રીલંકા અને યુએઈ સહિતના દેશોની સરકારોએ વિનંતી કર્યા પછી ડુંગળીની ભારતમાંથી થતી નિકાસને મર્યાદિત કરી હતી.
મહારાષ્ટ્રાના ડુંગળીનો વેપાર કરતા વેપારીઓ અને ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી ડુંગળીની સારી કિંમત મળે તે હેતુથી ડુંગળીની નિકાસ શરૃ કરવા માટેની માંગ કરવામાં આવી રહી હતી. જોકે સરકારે જો ડુંગળીની નિકાસ શરૃ થશે તો દેશમાં જ ડુંગળીના ભાવ વધશે તેવા ભયના પગલે તેની નિકાસને મર્યાદિત કરીને *પ્રોહિબિટેડ* કેટેગરીમાં મુકી દીધી હતી.
દેશી ચણાનું ઉત્પાદ ઘટશે તેવા સંકેતો મળતા સરકારે માર્ચ ૨૦૨૫ સુધી તેની પરની આયાત ડ્યુટીને હટાવી દીધી છે. આ સિવાય સરકારે પીળા વટાણા પરની આયાત ડ્યુટી, જે ઓક્ટોબર ૩૧, ૨૦૨૪ સુધી અને પહેલા થયેલી આયાત પર લેવાનું નક્કી કર્યું હતું, તેની મુદતમાં પણ વધારો કર્યો છે