અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ
અમેરિકાની બેન્કિંગ રેગ્યુલેટર ફેડરલ ડિપોઝીટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (FDIC)એ આ રિપબ્લિક ફર્સ્ટ બેંકની સંપત્તિ જપ્ત કરી

નવી દિલ્હી : અમેરિકાની બેન્કિંગ વ્યવસ્થામાં તણાવ પૂરું થવાનું નામ લઈ રહ્યો નથી. હવે અમેરિકાની પ્રાદેશિક બેંક-રિપબ્લિક ફર્સ્ટ બેંક ડૂબી ગઈ છે. અમેરિકાની બેન્કિંગ રેગ્યુલેટર ફેડરલ ડિપોઝીટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (FDIC)એ આ રિપબ્લિક ફર્સ્ટ બેંકની સંપત્તિ જપ્ત કરી લીધી છે.
રિપબ્લિક ફર્સ્ટ બેંક વર્ષ 2024માં દેવાળું ફૂંકનાર પ્રથમ બેંક બની ગઈ છે. આ અગાઉ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં સિટીજન્સ બેંક ડૂબી ગઈ હતી.
FDIએ શુક્રવારે જણાવ્યું હતું કે 31મી જાન્યુઆરી,2024ના રોજ રિપબ્લિક ફર્સ્ટ બેંકની કુલ સંપત્તિ આશરે છ અબજ ડોલર હતી, જ્યારે બેંકમાં આશરે ચાર અબજ ડોલરની રકમ જમા હતી. રેગ્યુલેટરે માહિતી આપી કે પેન્સિલવેનિયાની ફુલ્ટન બેંક, રિપબ્લિક ફર્સ્ટ બેંકનું સંચાલન શરૂ કરવા અને તેની સંપત્તિ અને જમા ખરીદવા માટે સહમત થઈ ગઈ છે. શનિવારે રિપબ્લિક ફર્સ્ચ બેંકની તમામ 34 શાખા ફુલ્ટન બેંક તરીકે સંચાલિત થઈ હતી.
FDICએ કહ્યું છે કે રિપલબ્ક ફર્સ્ટ બેંકના જમાકર્તા ચેક અથવા ATM મારફતે વ્યવહાર કરી શકે છે. બેંક નિષ્ફળ જવાને લીધે ડિપોઝીટ ઈન્સ્યોરન્સ ફંડ પર આશરે 66.7 કરોડ ડોલરનો બોજ પડશે. રિપબ્લિક ફર્સ્ટ બેંકની મોટાભાગની શાખા ન્યુજર્સી, પેન્સિલવેનિયા અને ન્યૂયોર્કમાં આવેલ છે.
વધતા વ્યાજ દરો અને વ્યાપારી મિલકતના મૂલ્યોમાં ઘટાડો થવાથી ઘણી પ્રાદેશિક અને સામુદાયિક બેંકો માટે નાણાકીય જોખમો વધ્યા છે. બાકી લોનનું પુનઃધિરાણ, ખાસ કરીને મૂલ્ય ગુમાવી ચૂકેલી મિલકતો પર, બેંકો માટે એક મોટો પડકાર બની ગયો છે.