મુખ્ય સમાચાર
News of Sunday, 28th April 2024

રાહુલ ગાંધીનું રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન: કહ્યું- રાજા મહારાજાઓ જેની જમીન ઇચ્છતા તે હડપી લેતા

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો ટ્વીટ કર્યો: હર્ષ સંઘવીએ કહ્યું -રાજા મહારાજાઓએ દેશને રજવાડા અર્પણ કર્યા. પરંતુ કોંગ્રેસે તો જ્યારે ઈચ્છા થઈ ત્યારે કોંગ્રેસની સરકારે દેશને લૂંટ્યો.

અમદાવાદ : રૂપાલા ક્ષત્રિય સમાજ પરના નિવેદનને લઇને વિવાદોથી ઘેરાયેલા છે. તેમણે કરેલા વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ છે અને ટિકિટ રદ કરવાની માંગણી ઉઠી રહી છે. આ બધાની વચ્ચે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ પર વિવાદિત નિવેદન આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ વિવાદિત નિવેદન બાદ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો ટ્વીટ કરીને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે.   

રાહુલ ગાંધીનું રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન કરતા ભાજપના નેતાઓએ આડે હાથ લીધા છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો ટ્વીટ કર્યો છે. સંઘવીએ કોંગ્રેસના યુવરાજ કહીને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાજા મહારાજાઓ જેની જમીન જોઈતી હતી તે હડપી લેતા હતા.

કૉંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે રાજા મહારાજ ઓ એ દેશ ને રજવાડા અર્પણ કર્યા.. જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસ ની સરકારો એ ઉઠાવ્યું અને લૂંટ્યું.

  આ નિવેદન બાદ હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે રાજા મહારાજાઓએ દેશને રજવાડા અર્પણ કર્યા. પરંતુ કોંગ્રેસે તો જ્યારે ઈચ્છા થઈ ત્યારે કોંગ્રેસની સરકારે દેશને લૂંટ્યો.

(10:25 pm IST)