સુનીતા કેજરીવાલે ફરી કહ્યું, 'આ લોકો કેજરીવાલને મારી નાખવા માંગે છે

નવી દિલ્હી : લિકર પોલિસી કૌભાંડ કેસમાં જેલમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે ફરી એકવાર કહ્યું છે કે 'તેઓ કેજરીવાલને જેલમાં જ મારી નાખવા માંગે છે.'
દિલ્હીના કોંડલી વિસ્તારમાં એક જનસભાને સંબોધતા સુનીતા કેજરીવાલે કહ્યું કે અરવિંદ કેજરીવાલ ૨૨ વર્ષથી ડાયાબિટીસથી પીડિત છે.
લોકોને સંબોધતા સુનીતા કેજરીવાલે કહ્યું કે, “પહેલાં, કોઈ વ્યક્તિ ત્યારે જ જેલમાં જતો હતો જ્યારે કોર્ટ તેને દોષિત જાહેર કરતી હતી. હવે તેઓ નવી સિસ્ટમ્સ સાથે બહાર આવ્યા છે કે જ્યાં સુધી તપાસ ચાલશે, જ્યાં સુધી ટ્રાયલ ચાલશે ત્યાં સુધી તેમને જેલમાં રાખવામાં આવશે. આ તદ્દન ગુંડાગીરી અને સરમુખત્યારશાહી છે.
અરવિંદ કેજરીવાલની બીમારીનો ઉલ્લેખ કરતાં સુનીતા કેજરીવાલે કહ્યું, “અરવિંદ ૨૨ વર્ષથી ડાયાબિટીસથી પીડિત છે અને ૧૨ વર્ષથી ઇન્સ્યુલિન લઈ રહ્યા છે. દરરોજ ૫૦ યુનિટ લે છે, જેલમાં ગયો, તેનું ઇન્સ્યુલિન બંધ કરી દીધું. તેનું સુગર લેવલ ૩૦૦થી ઉપર જશે, તેની કિડની અને લીવરને નુકસાન થશે. શું તેઓ કેજરીવાલજીને જેલમાં મારી નાખવા માંગે છે?