મુખ્ય સમાચાર
News of Sunday, 5th May 2024

‘‘પ્રેમ ના ફુલો''૧૧૫

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

છોડો સ્‍વયંને અને મટો

મારા પ્રિય,

પ્રેમ.  પ્રેમ પણ આગ છે.

ઠંડી આગ...!

તોપણ તેમાં બળી જવું તો પડે જ છે.

પરંતુ, તે ઉજજવલતા પણ અર્પે છે.

ઉજજવલતાને માટે જ તે બાળે છે.

કુડો-કચરો બળી જાય છે, ત્‍યારે તો શુધ્‍ધ સુવર્ણ ઉપલબ્‍ધ થાય છે.

એવો જ મારો પ્રેમ પણ પીડા બનશે.

હું તમને મિટાવી જ દઇશ કારણ કે તમને બનાવવા છે.

બીજને તોડવું જ પડશે - અન્‍યથા વૃક્ષનો જન્‍મ કેવી રીતે થશે?

સરિતાને સમાપ્ત કરવી જ પડશે - અન્‍યથા તે સાગર બનવાથી વંચિત જ રહી જશે.

એટલા માટે, છોડો સ્‍વયંને અને મટો.

કારણ કે, સ્‍વયંને મેળવવાનો કોઇ માર્ગ નથી.

                                    -રજનીશના પ્રણામ

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:01 am IST)