ઈઝરાયેલમાં અલ જઝીરા ચેનલ બંધ:નેતન્યાહુનું કડક પગલું :આતંકવાદી ચેનલ કહી: કડક વલણ

ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહુએ રવિવારે કહ્યું કે તેમની સરકારે ઈઝરાયેલમાં કતારની માલિકીની પ્રસારણકર્તા અલ જઝીરાના કાર્યાલયને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. નેતન્યાહુએ એક્સ પર આ અંગે નિર્ણય લેતા આ જાહેરાત કરી છે.
આ નિર્ણય ક્યારે પ્રભાવી થશે તે અંગે હજુ કોઈ માહિતી આપવામાં આવી ન હતી. ઈઝરાયેલ-હમાસના યુદ્ધ દરમિયાન ઈઝરાયેલ અને ચેનલ વચ્ચેના સંબંધમાં વધુ તણાવની સ્થિતિ સર્જાઈ છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવી રહ્યો છે કે જ્યારે કતાર ગાઝામાં યુદ્ધને લઈ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ વિરામ સમજૂતીમાં મદદ કરી રહ્યું છે.
અગાઉ ઈઝરાયેલની સંસદ દ્વારા અલ જઝીરા ચેનલને બંધ કરવા જેવા નિર્ણય લેવા માટે કાયદો પારિત કર્યો હતો. કાયદાને પારિત કરવામાં આવ્યા બાદ પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂ સંકલ્પ વ્યક્ત કર્યો કે તેમના દેશમાં આ પ્રકારની ચેનલનું પરિસંચાલન બંધ કરવામાં આવે. તેમને એવો પણ આરોપ લગાવ્યો કે આ આતંકવાદી ચેનલ છે, જે ઉસ્કેરી રહેલ છે.
આ અંગે પ્રતિક્રિયા આપતા અલગ જઝીરાએ નેતન્યાહુના નિવેદનની ટીકા કરી તેને એક ખતરનાક, હાસ્યાસ્પદ ખોટી વાત ગણાવી છે. અલ જઝીરાએ એક નિવેદનમાં કહ્યું કે તે નેતન્યાહૂને તેમના કર્મચારી અને કાર્યાલયોની સુરક્ષા માટે જવાબદાર માને છે.