મુખ્ય સમાચાર
News of Sunday, 5th May 2024

નાસાએ સોશિયલ મીડિયા પર સૌરમંડળના ગ્રહોની નવી અદભુત તસવીરો શેર કરી: યુઝર્સ આપવા લાગ્યા પ્રતિક્રિયા

અમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA)એ સોશિયલ મીડિયા પર સૌરમંડળના ગ્રહોની નવી અદભુત તસવીરો શેર કરી છે. જેમાં તેમને આપણી પૃથ્વીની સાથે સાથે શનિ, મંગળ અને પેરિડિયા ગ્રહની તસવીરો પણ શેર કરી છે. આ તસવીરો ઘણી જ ખૂબસૂરત દેખાઈ રહી છે. જો કે, કેટલાક યૂઝર્સ તસવીરો પર પ્રતિક્રિયા આપતા તેને ફોટોશોપ ગણાવી રહ્યા છે.

નાસાએ ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે. જે અદભુત દેખાઈ રહી છે. નાસાએ કેપ્શનમાં લખ્યું છે કે, 'આપણા સૌરમંડળની રચના અહીં એક ગેલેક્સીમાં ઘણા લાંબા સમય પહેલા થઈ હતી, જે ગ્રહો અને ચંદ્રો બનાવે છે જે દૂર, દૂરની આકાશગંગા સાથે સમાનતા ધરાવે છે.'

  નાસાએ પેરિડિયા ગ્રહ વિશે લખ્યું કે, પેરિડિયા આપણા સૌરમંડળના સૌથી ભવ્ય દેખાતા ગ્રહ શનિની જેમ દેખાઈ રહ્યો છે. શનિનો રંગ ભૂરો દેખાઈ રહ્યો છે. તેના આસપાસ છલ્લા ભૂરા રંગના છે અને બ્લેક સ્થાનથી ઘેરાયેલા છે.  

  નાસા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો જોઈને યૂઝર્સ હેરાન છે. લોકો પોસ્ટ પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. કેટલાક યૂઝર્સે તસવીરોને શાનદાર અને અદૂભત બતાવી રહ્યા છે તો કેટલાક યૂઝર્સ તસવીરો સાચી માની રહ્યા નથી. તેઓ કહી રહ્યા છે કે, ફોટોશોપ્ડ કરવામાં આવ્યું છે.

(7:57 pm IST)