‘સ્કૂલ મોડાં કેમ પહોંચ્યાં?' કહીને મહિલા પ્રિન્સિપાલે શિક્ષિકાને ધોકાવી નાખી

નવી દિલ્હી : આ લડાઈમાં શિક્ષિકા ઈજા પામી હતી. જોકે પ્રિન્સિપાલે આ ટીચર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વિદ્યાર્થીઓ સ્કૂલ મોડા પહોંચે તો તેમને પાઠ ભણાવવા વાજબી સજા આપવામાં આવે છે. જોકે આગરાની એક સ્કૂલમાં તો મોડાં આવવાને લઈને એક શિક્ષિકા અને મહિલા -ન્સિપાલ વચ્ચે મારઝૂડ થઈ હતી. તેમની હિંસક લડાઈનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ મહિલાઓ એટલી આક્રમક બની ગઈ હતી કે એકમેકનાં કપડાં ફાડતાં-ફાડતાં રહી ગઈ હતી. પછી એક સ્ટાફ-મેમ્બર બન્નેને અલગ કરે છે, પણ દરવાજા પાસે ફરી -ન્સિપાલ ટીચરને ધક્કો મારી દે છે. આ લડાઈમાં શિક્ષિકા ઈજા પામી હતી. જોકે પ્રિન્સિપાલે આ ટીચર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એક વ્યક્તિએ આ વિડિયો પર કમેન્ટ કરી હતી કે ‘આ શિક્ષકો એક્સ્ટ્રાકરિકયુલર સ્કિલ્સ બતાવી રહ્યાં છે.'