મુખ્ય સમાચાર
News of Sunday, 5th May 2024

ચીન નહિ સુધરે ....ફરી તાઈવાન બોર્ડર પાસે સૈન્‍ય વિમાન મોકલ્‍યું

તાઇપેઇ : તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે શુક્રવાર અને શનિવારે સાંજે ૬ વાગ્‍યે દેશની સરહદ પાસે ચીનના નવ લશ્‍કરી વિમાન અને પાંચ નૌકાદળના જહાજો જોવા મળ્‍યા હતા.

સાત ચીની લશ્‍કરી વિમાનો અને પાંચ નૌકાદળના જહાજો તાઈવાનની સરહદ નજીક શનિવાર અને રવિવારના રોજ સળંગ બે દિવસે વહેલી સવારે જોવા મળ્‍યા હતા. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે આ માહિતી આપી છે. સાત ચીની લશ્‍કરી વિમાનોમાંથી એક તાઈવાન સ્‍ટ્રેટને પાર કરીને તાઈવાનના દક્ષિણપ?મિ હવાઈ સંરક્ષણ ઓળખ ક્ષેત્રમાં -વેશ્‍યું. ચીનની આ કાર્યવાહીના જવાબમાં તાઈવાનના સશષા દળોએ પરિસ્‍થિતિ પર નજર રાખી અને આ વિસ્‍તારમાં ફાઈટર એરક્રાફ્‌ટ, નૌકાદળના જહાજો અને કોસ્‍ટલ મિસાઈલ સિસ્‍ટમ તૈનાત કરી.

સોશિયલ મીડિયા પર આ માહિતી આપતા તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્‍યું હતું કે, ૅઆજે સવારે ૬ વાગ્‍યે, સાત ભ્‍ન્‍ખ્‍ એરક્રાફ્‌ટ અને પાંચ ભ્‍ન્‍ખ્‍ફ જહાજો તાઈવાન બોર્ડર પર જોવા મળ્‍યા હતા. એક વિમાન તાઈવાન સ્‍ટ્રેટને પાર કરી ગયું હતું અને તેને તાઈવાનના દક્ષિણપヘમિ વાયુ સંરક્ષણ દળ દ્વારા જોવામાં આવ્‍યું હતું. ય્‍બ્‍ઘ્‍ સશષા દળોએ પરિસ્‍થિતિ પર નજર રાખીને આ કાર્યવાહીનો જવાબ આપ્‍યો.

શનિવારે પણ તાઈવાન બોર્ડર પર ચીની વિમાનો જોવા મળ્‍યા

તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે શુક્રવાર અને શનિવારે સાંજે ૬ વાગ્‍યે દેશની સરહદ પાસે ચીનના નવ લશ્‍કરી વિમાન અને પાંચ નૌકાદળના જહાજો જોવા મળ્‍યા હતા.

તાઈવાનના રક્ષા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર ચીનની આ કાર્યવાહીનો બદલો લેતા તાઈવાને ફાઈટર એરક્રાફ્‌ટ, નેવલ શિપ અને કોસ્‍ટલ મિસાઈલ સિસ્‍ટમ તૈનાત કરી છે.

(3:24 pm IST)