સાંજે પીએમ મોદી અયોધ્યા પહોંચશે, રામ લાલાના દર્શન કર્યા બાદ રોડ શો કરશે
રોડ શો પહેલા પીએમ મોદી દેહરાદૂન અને ઈટાવામાં જનસભાને સંબોધિત કરશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાંજે અયોધ્યા પહોંચશે અને રામ લાલાના દર્શન અને પૂજા કરશે. આ પછી તે અયોધ્યામાં રોડ શો કરશે. ચૂંટણી સિઝનમાં પીએમ મોદીનો આ પહેલો રોડ શો હશે. આ પહેલા પીએમ મોદી દેહરાદૂન અને ઈટાવામાં જનસભાને સંબોધિત કરશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે એટલે કે રવિવારે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પ્રવાસે છે. જ્યાં તેઓ બપોરે 2.45 કલાકે ઇટાવામાં જનસભાને સંબોધશે. ઈટાવામાં રેલીને સંબોધિત કર્યા બાદ પીએમ મોદી ઉત્તરાખંડ પહોંચશે. જ્યાં સાંજે 4.45 કલાકે દેહરાદૂનમાં રેલી થશે. આ પછી પીએમ અયોધ્યા પહોંચશે અને સાંજે લગભગ 7 વાગે તેઓ રામ મંદિરમાં રામ લાલાના દર્શન અને પૂજા કરશે. રામ લાલાના દર્શન કર્યા બાદ પીએમ મોદી ત્યાં રોડ શો પણ કરશે.
એક દિવસ પહેલા એટલે કે શનિવારે પીએમ મોદી કાનપુર પહોંચ્યા હતા. જ્યાં તેમણે રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં પીએમ મોદીની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ ભાગ લીધો હતો. રોડ શો દરમિયાન ખુલ્લી જીપમાં સવાર પીએમ મોદીએ તેમની એક ઝલક મેળવવા માટે લાંબા સમય સુધી રોડ કિનારે ઉભેલા દરેકને હાથ લહેરાવ્યો અને અભિવાદન કર્યું.