News of Monday, 21st September 2020
તાલિબાની આતંકવાદીઓ સાથે લડાઈમાં 6 સૈનિકો સહીત 3 પોલીસ કર્મીના મૃત્યુ

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના તખાર પ્રાંતમાં તાલિબાની આતંકવાદીઓ અને સુરક્ષાબળો સાથે થયેલ લડાઈમાં 6 સૈનિકો સહીત ત્રણ પોલીસ કર્મીના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે જયારે અન્ય ચાર જવાનને ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.
પ્રાંતીય સરકારના પ્રવક્તા જાવેદ હેજરીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ રવિવારના રોજ રાત્રીના સમયે રાજધાની કાબુલથી 245 કિલોમીટર દૂર દસ્ત-એ-કાલા જિલ્લામાં નવબાદ વિસ્તારમાં એક સુરક્ષા ચોકી પર હુમલો કર્યો હતો જેમાં બને પક્ષો વચ્ચે ભીષણ લડાઈમાં નવ જવાનો શહીદ થયા હતા. આ લડાઈમાં આતંકવાદીઓને પણ મારવામાં આવ્યા છે તેમજ ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ માલુમ પડી રહ્યું છે.
(6:44 pm IST)