News of Monday, 21st September 2020
ઈરાકમાં વિદેશી યાત્રીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો

નવી દિલ્હી:ઈરાકી પ્રશાસને પડોશી દેશોમાં કોરોના વાયરસના વધતા જતા કેસને લઈને દેશમાં વિદેશી યાત્રીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો હોવાનું માલુમ પડી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રી હસન અલ તમિમે માહિતી આપતા સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ઉચ્ચ સમિતિએ રાજનયિક મિશનોને છોડીને આગામી દિવસોમાં કોઈ પણ વિદેશીને ઇરાકમાં પ્રવેશ કરવા દેવાની અનુમતિ ન આપવાનો નિર્ણય કર્યો છે.
(6:43 pm IST)