News of Monday, 21st September 2020
અમેરિકાના ટેક્સાસમાં વિમાન દુર્ઘટનામાં ચારના મૃત્યુ

નવી દિલ્હી:અમેરિકાના ટેક્સાસ પ્રાંતમાં એક નાનું વિમાન દુર્ઘટનાનું શિકાર થતા ચાર લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. સ્થાનિક મીડિયાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હ્યુસ્ટનથી લગભગ 200 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં હિલટોપના લેક એરપોર્ટ નજીક સવારના 11 વાગ્યા પહેલા વિમાન દુર્ઘટનામાં બે પુરુષ સહીત બે મહિલાઓના મૃત્યુ નિપજ્યા હતા અધિકારીઓએ જણાવ્યું છે કે વિમાનના સવાર ચાર લોકોના મૃત્યુ નિપજ્યા છે.
સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે પાયલોટે તાત્કાલિક પરિસ્થિતિમાં વિમાનને ઉતારવાનો પ્રયાસ કર્યો હતો અને દુર્ઘટના થવા પહેલા જ સંઘીય ઉડ્યન પ્રશાસનના સાથે તે રેડિયો સંપર્કમાં પણ હતા.
(6:42 pm IST)