પીરામીડોના દેશ ઇજિપ્તમાં હજારો વર્ષ જુના તાબુતો મળી આવ્યા

નવી દિલ્હી: પિરામિડોના દેશ ઇજિપ્તમાં હજારો વર્ષ જુની વસ્તુઓ મળવાનો સીલસીલો સતત ચાલી રહ્યો છે.હવે રાજધીની કાહિરાના દક્ષિણી ભાગ સક્કારામાં પુરાતત્વોવિંદોને 27 અત્યંત પ્રાચીન તાબુતો મળી આવ્યા છે.લગભગ 2500 વર્ષ જુના આ તાબુત ખુબજ સુંદર રીતે સજાવેલા છે,પુરાત્વવિંદોનું કહેવુ છે કે આ પોતાની અત્યારથી સુધીની સૌથી મોટી શોધ છે.આ તાબુતો કાષ્ટના બનેલા છે.
અધિકારીઓએ જણાવ્યુ કે પહેલા 13 અને બાદમાં 14 તાબુત મળેલા છે.બધાજ તાબુત કાષ્ટના બનેલા છે અને તેમાં રંગ કારીગરી કરવામાં ખુબ ધ્યાન આપવામાં આવ્યુ છે.સક્કારાનો વિસ્તાર છેલ્લા 3000 વર્ષથી લાશોને દફનાવા માટે પ્રખ્યાત છે,અને આને યુનેસ્કોના વિશ્વ વારસાની યાદીમાં પણ સામેલ કરવામાં આવ્યો છે.ઇજીપ્ત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ કે 'પ્રારંભિક અધ્યયનથી સંકેત મળ્યા છે કે આ તાબુત સંપુર્ણ રીતે બંધ છે'