મોટરસાયકલને મોબાઇલ શાળા બનાવી : રોજ ૪૦ કિ.મી.નો પ્રવાસ ખેડી બાળકોને ભણાવે છે
છતીસગઢમાં લોકપ્રિય થઇ રહ્યા છે વાદળી છત્રીવાળા શિક્ષણ

કોરીયા (છતીસગઢ),તા. ૨૧: છતીસગઢના કોરીયાના સકડા ગામના શિક્ષક રૂદ્ર પ્રતાપસિંહ રાણાએ કોરોના કાળમાં શાળા બંધ થવાથી બાળકોને અભ્યાસ કરાવવા માટે નેટવર્ક પ્રોબ્લેમનો અનોખો ઉપાય શોધી કાઢયો છે. તેમણે પોતાની મોટર સાયકલને મોબાઇલ શાળા બનાવી દીધી છે. તેઓ મોટર સાઇકલમાં ખાનગી મોબાઇલ કંપની છત્રી, મીની લાયબ્રેરીમાં પુસ્તકો, ગ્રીન બોર્ડ, ઘંટ અને માઇક બાંધીને ઘરથી રોજ ૪૦ કિ.મી.ની સફર કરીને ગાના પાંચ મહોલ્લાઓમાં વિદ્યાર્થીઓને ભણાવે છે.
આમાં તેઓ ૬૨ વિદ્યાર્થીઓના અલગ અલગ કલાક ચલાવે છે. બધા મહોલ્લાઓના કલાસ માટેે સમય નકકી કરેલો છે. અભ્યાસ શરૂ કરતા પહેલા તેઓ ગલીમાં ઉભા રહીને શાળા જેવો ઘંટ જગાડે છે. બાળકો ભેગા થઇ જાય પછી કાયદેસરની શાળાની જેમ જ પ્રાર્થના અને રાષ્ટ્રગાન થાય છે. આ શિક્ષક રાણાને વિદ્યાર્થીઓ અને ગામવાસીઓ નીલી છત્રીવાલે માસ્ટરજીના નામથી ઓળખાવે છે. તેઓ વરંડામાં દુર દુર બેસાડીને ભણાવે છે.
શિક્ષક રાણા કહે છે, જ્યારથી આ મોહલ્લા કલાસ શરૂ થાય છે ત્યારથી બાળકો પણ બહુ ઉત્સુકતાથી કલાસમાં જોડાઇ રહ્યા છે.આ મોહલ્લા કલાસ અભ્યાસની સાથે સાથે બાળકોને કોરોના સંક્રમણથી સાચા અર્થમાં બચાવી રહ્યા છે.