News of Monday, 16th March 2020
                            
                            આર્જેટીનાએ 15 દિવસ સુધી સીમાઓ બંધ કરવાની ઘોષણા કરી

નવી દિલ્હી:આર્જેટીનાના રાષ્ટ્રપતિ અલ્બેટ્રો ફર્નાન્ડિઝે કોરોના વાયરસના પ્રકોપને ફેલાવવાથી રોકવાને ધ્યાનમાં રાખતા દેશની સીમાઓએ આવનાર બે અઠવાડિયા સુધી બંધ રાખવાની ઘોષણા કરી છે.વધુમાં માહિતી આપતા તેમને જણાવ્યું છે કે આવનાર 15 દિવસ માટે આર્જેટીનાની સીમાઓને બદનઃ કરી દેવામાં આવે છે.પર્યટકો માટે પણ બધી જ સીમાઓ બંધ રાખવામાં આવશે જયારે દેશના નાગરિકો અને જેમને દેશમાં રહેવાની અનુમતિ આપવામાં આવી છે તે જ દેશની સીમમાં પ્રવેશ કરી શકશે।
							(6:17 pm IST)
							
							
                            
    