News of Monday, 16th March 2020
અમેરિકાના અલાબામામાં 27 વર્ષ પહેલા લગાવવામાં આવેલ યોગ પ્રતિબંધ હટાવવામાં આવ્યો

નવી દિલ્હી: આખી દુનિયામાં હવે યોગની બોલબાલા છે. હવે તો વિશ્વ યોગ દિવસની પણ ઉજવણી થવા માંડી છે.
આ બધાની વચ્ચે તમને જાણીને આશ્ચર્ય થશે કે અમેરિકાના એક રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી યોગ પર પ્રતિબંધ હતો.અલાબામા નામના રાજ્યમાં આ પ્રતિબંધ હવે ઉઠાવી લેવાયો છે.
અલાબામામાં હાઉસ ઓફ રિપ્રઝન્ટેટિવ્સમાં કેટલાય મહિનાઓથી આ પ્રતિબંધ હટાવવો કે નહી તે માટે ચર્ચા ચાલી રહી હતી. આખે તેના પર મતદાન કરાયુ હતુ.પ્રતિબંધ હટાવવાની તરફેણમાં 84 અને વિરોધમાં 17 મત પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કેટલાક કટ્ટરવાદી સંગઠનોના દબાવમાં આવીને અલાબામાની રાજ્ય સરકારે 1993માં રાજ્યની તમામ પબ્લિક સ્કૂલોમાં યોગની સાથે સાથે મેડિટેશન પર પણ રોક લગાવી હતી.
(6:16 pm IST)