આ મહિલાએ ઓસ્ટ્રેલિયાના સૌથી ઉંચા શિખર પર જઈને તિરંગો લહેરાવી દેશને ગૌરવ અપાવ્યું

નવી દિલ્હી: દુનિયાનું સૌથી ઊંચું શિખર એવરેસ્ટ સર કરનારી ભાવના ડેહરિયાએ વધુ એક ઇતિહાસ રચી દીધો છે. મધ્ય પ્રદેશના છિંદવાડાની ભાવનાએ ઓસ્ટ્રેલિયન મહાદ્વીપના સૌથી ઊંચા પહાડ માઉન્ટ કોસિયુસ્કો પર પહોંચીને ત્રિરંગો લહેરાવીને હોળી મનાવી.
આ પહેલાં ભાવનાએ આફ્રિકા ખંડના સૌથી ઊંચા શિખર કિલિમન્જારો પર પહોંચીને દિવાળી મનાવી હતી. ભાવનાએ જણાવ્યું, ''હું બહુ જ ભાગ્યશાળી છું અને ખુદ પર ગર્વ અનુભવી રહી છું કે મેં ભારતના બે સૌથી મોટા તહેવાર પર્વતોના શિખર પર મનાવ્યા. આ પહેલાં 27 નવેમ્બર, 2019ના રોજ આફ્રિકા ખંડના સૌથી ઊંચા પર્વત કિલિમન્જારો પર દિવાળી મનાવી હતી. આ વખતે પણ મેં હોળીનો તહેવાર ઓસ્ટ્રેલિયાના માઉન્ટ કોસિયુસ્કો પર મનાવ્યો છે. હું એવું કહી શકું કે આ તહેવાર બહુ જ યાદગાર રહ્યા.''