ઈટાલીમાં પ્રદુષણના સ્તરમાં ભારે ઘટાડોઃ કોરોનાને આભારી!!!

પેરીસઃ કોરોના વાયરસના કારણે વિશ્વમાં ૬ હજાર જેટલા લોકોના મોત થયા છે. કેટલાય દેશોમાં ઈમરજન્સી જાહેર કરી દેવાય છે. ઈટાલી સરકારે પણ લોકોને ઘરમાં જ રહેવા અને સ્કૂલો, રેસ્ટોરન્ટ, બાર બંધ કરવાના આદેશો આપ્યા છે. જો કે આ પગલાથી ઈટાલીમાં પ્રદુષણના સ્તરમાં ભારે ઘટાડો નોંધાયો છે.
યુરોપીય અંતરીક્ષ એજન્સી (ઈએસએ) એ કોપરનિકસ ઉપગ્રહથી મળેલ ફુટેજના આધારે જણાવેલ કે ઈટાલીમાં કોરોનાના કારણે ચાલતા બંધથી વાયુ પ્રદુષણમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. ઈએસએએ એક એનિમેશન દ્વારા જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ઈટાલીમાં પ્રદુષણ સ્તરમાં બદલાવને દર્શાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ચિન બાદ કોરોનાથી સૌથી વધુ મોત ઈટાલીમાં થયા છે અને અનેક લોકો ચેપના કારણે હોસ્પિટલમાં છે.
નાસાના ગોડાર્ડ સ્પેસ ફલાઈટ સેન્ટરમાં વાયુ ગુણવતા શોધકર્તા ફી લાયુ એ જણાવેલ કે પહેલીવાર છે કે તેમણે ખુબ મોટા વિસ્તારમાં નાટકીય રીતે ડ્રોપ- ઓફ જોયુ છે. આની પાછળનું કારણ એનઓટુ ગેસ કાર, વિદ્યુત ઉપકરણો અને ઔદ્યોગીક ઉપકરણો બંધ હોવાથી ઉત્સર્જીત થતી નથી, જેથી વાયુ પ્રદુષણમાં ઘટાડો થયો છે.