દેશ-વિદેશ
News of Saturday, 4th May 2024

અમુક મિનિટના ગુસ્સાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકસનો ખતરો

સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો : તીવ્ર ભાવનાઓ અને હૃદય વચ્ચે ગાઢ સંબંધ

વોશિંગ્ટન તા. ૪ : તમે કોઈ મુશ્કેલીમાં હોય તો ગુસ્સો કરવાના બદલે શાંત રહો, કારણ કે  કેટલીક મિનિટના ગુસ્સાની કિંમત તમારા હૃદયને ચૂકવવી પડે છે. આ ખુલાસો કોલંબિયા યુનિવર્સિટી ઇર્વિંગ મેડિકલ સેન્ટર, યેલ સ્કૂલ ઓફ મેડિસિન, ન્યુયોર્કના સેન્ટ જોન યુનિવર્સિટી અને અન્ય સંસ્થાનો દ્વારા કરેલા સંશોધનમાં કરવામાં આવ્યો.અમેરિકન હાર્ટ એસો.નાજર્નલમાં પ્રકાશિત સર્વે મુજબ, ગુસ્સો અને હૃદયના વધતા જોખમ વચ્ચે સંબંધ છે.

(3:40 pm IST)