સુરતમાં તસ્કરોનો તરખાટ : અમરોલીમાં એકસાથે છ દુકાનના તાળા તૂટ્યા: 34 હજારની મતાની ચોરી
પોલીસે સીસીકેમેરામાં દેખાતા શંકાસ્પદ ચારેક જણાને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા

સુરત : સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી એમ્બ્રોઈડરીના સ્પેરપાર્ટ સહિતની છ દુકાનને તસ્કરોએ નિસાન બનાવ્યા હતા. જાકે તસ્કરોને છ દુકાનમાથી ત્રણ દુકાનમાં કશુ હાથ લાગ્યું ન હતું. જયારે બાકીની ત્રણ દુકાનમાંથી કુલ રૂપિયા 34 હજારના મતાની ચોરી કરી નાસી ગયા હતા. પોલીસે સીસીકેમેરામાં દેખાતા શંકાસ્પદ ચારેક જણાને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
સુરતના અમરોલી વિસ્તારમાં મોટા વરાછા સુદામા ચોક એ.બી.સી સર્કલ ખોડીયાર નગર સોસાયટીમાં રહેતા નિકુંજ વલ્લભભાઈ ઘોરી (ઉ.વ.24) એમ્બ્રોઈડરીના ધંધા સાથે સંકળાયેલા છે. અને કોસાડ આવાસ અંજની રોડ ખાતે આવેલ ઈવા એમ્બ્રોઈડરી પાર્કમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં પટેલ ટ્રેડ નામે દુકાન રાખી એમ્બ્રોઈડરીના ધાગા તેમજ એમ્બ્રોઈડરીના સામાનનો વેપાર કરે છે. શનિવારે રાત્રી દરમિયાન કોઈ અજાણ્યાએ નિકુંજભાઈની દુકાન સહિત આજુબાજુની છ દુકાનને નિશાન બનાવી ચોરી કરી ગયા હતા. સવારે નિકુંજïભાઈને તેમની દુકાનની બાજુમાં આવેલ બાપા સિતારામ ચા-નાસ્તાની દુકાન ચલાવતા રમેશભાઈએ ફોન કરી દુકાનમાં ચોરી થઈ હોવાની જાણ કરતા તેઓ દુકાને દોડી આવ્યા હતા. અને તપાસ કરતા તેમની દુકાનમાંથી કાઉન્ટરના ટેબલના ખાનામાંથી રોકડા 20,000, બાજુમાં સમીર ફજલુ રહેમાનની એસ.એસ. મોબાઈલની દુકાનમાંથી રૂપિયા 4 હજારની એસેસરીઝ અને રોકડા 8 હજાર અને બાપા સિતારામની નાસ્તાની દુકાનમાંથી 2500ની મળી કુલ રૂપિયા ૩૪,૫૦૦ના મતાની ચોરી થઈ હતી.
જયારે બાજુમાં આવેલી અમરસિંગ રાજપુતની ઓમ સાંઈ કુર્પા નાસ્તા હાઉસ સહિત ત્રણ દુકાનમાંથી કશુ ચોરી થયું ન હતુ, બનાવ અંગે નિકુંજભાઈઅ પોલીસને જાણ કરતા એક સાથે છ દુકાનના તાળા તુટ્યા હોવાની જાણ થતા અમરોલી પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને નિકુંજની ફરિયાદ લઈ સીસીકેમેરામાં દેખાતા શંકાસ્પદ ચારેક જણાની શોધખોળ હાથ ધરી છે.