અમદાવાદમાં રેલવે સ્ટેશને ટ્રેનના મુસાફરોના કોરોના ટેસ્ટિંગમાં વધુ 18 પોઝિટિવ કેસ મળ્યા
રાજધાની એક્સપ્રેસમાં સૌથી વધુ 11 કોરોના પોઝિટિવ મળ્યા: 1703 મુસાફરોના ટેસ્ટ કરાયા

અમદાવાદઃ અમદાવાદ રેલવે સ્ટેશને જુદી જુદી ટ્રેનોના મુસાફરોની સતત 15મા દિવસે હાથ ધરાયેલી ટેસ્ટિંગની કામગીરીમાં કુલ 18 કોરોના પોઝિટિવના કેસો મળ્યા હતા. તેમાંથી 11 તો એક માત્ર રાજધાની એકસપ્રેસમાંથી મળ્યા હતા.રાજધાની એક્સપ્રેસમાંથી અન્ય બે ટ્રેનોની સરખામણીમાં વધુ કેસો મળી રહ્યા છે
. સોમવારે રેલવે સ્ટેશને 1703 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી કુલ 18 કેસો મળી આવ્યા હતા. આ 18 કેસો પૈકીના 12 દર્દીઓને સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ઊભા કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયારે 6 દર્દીઓને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને વિવિધ પગલાંઓ લીધા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ટેસ્ટિંગ દરમિયાન પરપ્રાંતીય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા.
શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં ઘણો સમય વ્યતિત થતો હતો. બીજીતરફ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરે તેવી શકયતા દેખાઇ રહી હતી. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ રેલવે સ્ટેશને 1703 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવ્યા પરપ્રાંતીય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું.
જેના ભાગરૂપે જ અમદાવાદ રેલવે સ્ટેશનએ 1703 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવ્યા પર ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી. આજે કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવેલી અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસના 792 મુસાફરોનું ટેસ્ટિંગ થયું હતું. તેમાંથી 11 કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા.
ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં આવેલા 369 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 4 કોરોના પોઝિટિવ કેસો મળ્યા હતા. તે જ રીતે મુઝફરપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 542 પ્રવાસીઓની ચકાસણીમાં 3 પોઝિટિવકેસો મળી આવ્યા હતા. આમ સરવાળે આજે કુલ 1703 મુસાફરોનું દિવસ દરમિયાન ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં 18 મુસાફરો કોરોના પોઝિટિવ નીકળ્યા હતા.