નરોડામાં લુખ્ખાઓનો આતંક, મહિલાને માર્યાની ફરિયાદ થઇ
અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ : નરોડા વિસ્તારમાં જન્મદિવસની ઉજવણીને લઇ કેટલાંક અસામાજિક તત્વો સોસાયટીની અંદર ઘુસી આવ્યા હતા

અમદાવાદ,તા.૨૧ : અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ બની આતંક મચાવી રહ્યા છે. પોલીસને જાણે કોઇ ડરના હોય તેમ સામાન્ય જનતા સામે રોફ જમાવી ગુંડાગર્દી આચરી રહ્યા છે. ત્યારે ફરી એકવાર લુખાતત્વોની દાદાગીરી સામે આવી છે. નરોડા વિસ્તારમાં જન્મદિવસની ઉજવણીને લઇ કેટલાંક અસામાજિક તત્વો સોસાયટીમાં ઘુસી આવ્યા હતા. અને બિભત્સ ગાળો આપી મારા મારી કરવા લાગ્યા હતા. બેફામ લુખાતત્વોએ મહિલાઓને પણ માર માર્યો હતો. હાલ આમ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં ચાર આસમાજિક તત્વો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નરોડાના વિશ્વકર્મા ચોક પાસે કુદરત રેસિડન્સી બાજુમાં જન્મદિવસની ઉજવણી કરતા સ્થાનિકએ અવાજ ન કરવાનુ કહેતા બબાલ થઈ હતી. અસામાજીક તત્વો તિક્ષ્ણ હથિયારો લઈ સોસાયટીમાં ઘુસ્યા હતા.
અસામાજીક તત્વોએ સ્થાનિક મહીલાઓને માર માર્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, રાતના સમેય કેટલાંક લુખાતત્વો જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન અંદરોઅંદર ગાળાગાળી કરી બબાલ કરતા હતા. જ્યારે ફરિયાદીએ તેમને ટકોળ કરી તો મારા મારી પર ઉતરી આવ્યા હતા. અને સોસાયટીમાં તિક્ષ્ણ હથિયારો લઇ ઘુસી આતંક મચાવ્યો હતો. જેમાં આરોપીઓએ મહિલાઓ સાથે પણ ઝપાઝપી કરી મારા મારી કરી હતી. આ દરમિયાન આજુ બાજુના લોકો આવી જતા આરોપીઓ ભાગી હતા. હાલ આ મામલે કુદરત રેસિડન્સીમાં રહેતા કેતન પંંડ્યાએ નરોડા પોલીસ સ્ટેશમાં આરોપી ચાલ લુખ્ખા તત્વો સામે ફરિયાદ નોંધાવી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.