સાપુતારામાં પ્રવાસન સ્થળોને ખુલ્લા મૂકવામાં આવતા પ્રવાસીઓમાં આનંદ
નૌકાવીહાર સહિત એડવેન્ચર પાર્ક ધીરેધીરે ખુલતા પ્રવાસીઓની ભીડ જામી

સાપુતારા:કોરોના મહામારી વચ્ચે 7 મહિના લોકડાઉનમાં બંધ રહેલા ગિરિમથક સાપુતારા ખાતે અનલોક 5 માં નૌકાવીહાર સહિત એડવેન્ચર પાર્ક ધીરેધીરે ખુલતા પ્રવાસીઓની ભીડ જામી રહી છે. સરકારી ગાઈડલાઇન પ્રમાણે આ પ્રવાસન સ્થળોને ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પ્રવાસન સ્થળો ખોલી દેવામાં આવતા સહેલાણીઓમાં અનેરી ખુશી જોવા મળી રહી છે.
મળતી માહિતી મુજબ ગિરિમથક સાપુતારા ખાતે એડવેન્ચર એક્ટિવિટી સહિત જોવા લાયક સ્થળોએ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેના કારણે કોરોના મહામારી વચ્ચે સતત 7 મહિના લોકડાઉન રહેતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. ચોમાસા દરમિયાન સાપુતારાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. પરંતુ કોરોના મહામારી વચ્ચે સંક્રમણ ન ફેલાય તે માટે તંત્રએ જોવા લાયક સ્થળો બંધ કરી દીધા હતા. હાલ કોરોના કાળમાં ગરીબ આદિવાસીઓ સંહિત હોટલ ઉધોગને થઈ રહેલ નુકશાનને પગલે સ્થાનિક તંત્ર દ્વારા પ્રવાસીઓના હિતને ધ્યાને રાખીને સાપુતારા ખાતે તબક્કાવાર જોવા લાયક સ્થળો સહિત એડવેન્ચર એક્ટિવિટીને કોવિન્ડ19 ની ગાઈડલાઈનને અનુસરી ખોલવાની પરવાનગી આપતા સાપુતારા ખાતે પ્રવાસીઓ ઉમટી પડતા લોકોની ધીરેધીરે ગાડી પાટા પર આવી રહી છે.