બાલાસિનોરની કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા સફાઈ કામદારોને ત્રણ મહિના સુધી પગાર ન મળતા હળતાલ પર ઉતરવાની નોબત આવી

બાલાસિનોર: શહેરની કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા સફાઈ કામદારોને ત્રણ મહિનાથી પગાર ન ચૂકવાતા કામથી અળગા રહી હડતાળ પર ઉતરી ગયા છે.
મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં કે.એ.પી. કોવિડ-૧૯ હોસ્પિટલાં સફાઈ માટે કોન્ટ્રાક્ટર દ્વારા રાખવામાં આવેલ સફાઈ કામદારોનું ૩ એક માસથી પગાર ન ચૂકવતા કામ કરતા સાઈ કામદારો દ્વારા બાકી વેતન ના ચૂકવાય ત્યાં સુધી કામથી અળગા રહેવાનું જાહેર કર્યાનું જાણવા મળેલ છે. આ અંગે મળતી વિગતો અનુસાર બાલાસિનોર કોવિડ-૧૯ હોસ્પિટલમાં સફાઈ માટેનું કોન્ટ્રાક્ટર સુખરાજ દ્વારા કોન્ટ્રાક્ટ રાખવામાં આવેલ જેમાં રખાયેલ સાઈ કામદારોને ૩ મહિનાથી વારંવાર રજુઆત કરતા છતાં પગાર ન ચૂકવતા અને ખોટા વાયદા કરી અપશબ્દો બોલી સફાઈ કામદારોને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપતા સફાઈ કામદારો દ્વારા ના છૂટકે કામથી અળગા રહી હડતાળ પાડેલ છે. કામદારોના જણાવ્યા અનુસાર તેમને વેતન રૃપિયા ૯૫૦૦ ની જગ્યાએ રૃપિયા ૮૦૦૦ આપવામાં આવે છે. આમ આ પ્રશ્નોનો નિકાલ ન થાય ત્યાં સુધી હોસ્પિટલ પાસે હડતાળ પર બેસવાનું નક્કી કરેલ છે.