મહેમદાવાદના નાગપુરમાં પુત્રએ અગમ્ય કારણોસર લાકડાના ફટકા મારી માતાને મોતનેઘાટ ઉતારતા અરેરાટી મચી જવા પામી

મહેમદાવાદ:તાલુકાના વાંઠવાડી તાબે આવેલ નાગરપુરામાં તીક્ષણ હથિયાર મારી મહિલાનુ મોત નિપજાવ્યુ હોવાની ઘટના શનિનાનારની મોડી સાંજે ઘટી હતી.આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર નાગરપુરામાં રહેતા જીગ્નેશભાઇને તેના માતા સુખીબેન સાથે બોલાચાલી થઇ હતી.મા-દિકરા વંચ્ચે અવાર નવાર ઘર કંકાશ અંગે બોલાચાલી થતી હતી.શનિવારની મોડી સાંજે પણ બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.બોલાચાલી ઉગ્ર બનતા દિકરા જીગ્નેશભાઇ માતા સુખીબેનને લાકડાના ફટકા માથામાં ઉપરા છાપરી મારી મોત નિપજાવ્યુ હતુ.આ બનાવની જાણ મહેમદાવાદ પોલીસને થતા ઉચ્ચ અધિકારીઓ સહિત ટીમ ઘટના સ્થળે પહોચી હતી.આ બનાવ અંગે મોડી રાત્રે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે જીગ્નેશભાઇનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેની અટકાયત કરવામાં આવશે તેમ પોલીસ સુત્રો પાસેથી માહિતી મળી હતી.