સુરતના ડિંડોલી રોડ પર મોપેડ સ્લીપ થતા સર્જાયેલ અકસ્માતમાં અગાઉ ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમ્યાન મૃત્યુ

સુરત: શહેરના ડીંડોલી રોડ પર 12 દિવસ પહેલા ઘોડો વચ્ચે આવતા મોપેડ સ્લીપ થતા સર્જાયેલા અકસ્માતમાં ઈજા પામેલા બે સંબંધીઓ પૈકી આધેડનુ સારવાર દરમિયાન ગઈ કાલે સવારે મોત નિપજયું હતું.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ, ડીંડોલી રોડ પર આવેલા ભેસ્તાન આવાસમાં રહેતા 45 વર્ષીય મોહમ્મદ અબ્દુલ સતાર ગત તા. 9મી રાત્રે સબંધી સાથે ચારો લેવા માટે જતા હતા તે સમયે ડીંડોલી ગામ પાસે અચાનક રોડ પર ઘોડો વચ્ચે આવતા બ્રેક મારતા મોપેડ સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંનેને નાની મોટી ઈજા થતાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જ્યાં સારવાર દરમિયાન ગઈ કાલે સવારે મોહમ્મદ અબ્દુલનું મોત નીપજ્યું હતું. જ્યારે મોહમ્મદ અબ્દુલ નવસારી બજાર ખાતે લારીમાં ઝાડુ વેચવાના કામ કરતા હતા આ અંગે ડીડોલી પોલીસે તપાસ હાથ ધરી છે.