અમદાવાદ ખાતે અદાણી ગ્રુપમાં નોકરી અપાવવાની લાલચ આપી વડોદરાના યુવક પાસેથી 9.4 લાખ પડાવી છેતરપિંડી આચરનાર 6 ભેજાબાજ વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: શહેર ખાતે અદાણી ગ્રુપમાં સિનિયર પ્રોજેક્ટ મેનેજરની પોસ્ટ ખાલી હોવાનું જણાવી નોકરી ઈચ્છુક પાસેથી ટુકડે- ટુકડે 9.4 લાખની માતબર રકમ પડાવી લઇ છેતરપિંડી આચરનાર છ ભેજાબાજો વિરૂદ્ધ સાયબર ક્રાઇમ પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના હરણી રોડ પર આવેલ આનંદમાં રહેતા ધર્મેન્દ્રકુમાર સિંધ ખાનગી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે નોકરી કરતા હતા. હાલમાં તેઓ પાસે નોકરી ના હોય નોકરીની શોધમાં ફરી રહ્યા હતા. દરમિયાન તેમને ઓનલાઇન https://recentjob.in નામની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરી નોકરી માટે પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ રિસેન્ટ જોબમાંથી બોલું છું તેમ જણાવી અમદાવાદ ખાતે આવેલ અદાણી ગ્રુપમાં સિનિયર પ્રોજેક્ટ મેનેજરની જગ્યા ખાલી છે તે માટે તમારે કંપનીના કહ્યા પ્રમાણે કરવું પડશે. અને ચાર આંકડાનો કોડ મોકલ્યો હતો.