નર્મદા જિલ્લા મિત ગ્રુપના સેવાકાર્ય બદલ ડભોઇની યુથ ટુ ચેન્જ ફાઉન્ડેશન સંસ્થા એ એવોર્ડ આપી સન્માન કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનું અચાનક સંકટ આવવાથી દુનિયા સાથે ભારત દેશમાં પણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે આખા દેશમાં હજારો સેવા ભાવી સંસ્થાઓ તથા ગ્રુપો દ્વારા અનેક સેવાઓ કરવામાં આવી હતી. જેમાં રાજપીપળાની સેવા ભાવી મિતગ્રુપ દ્વારા પણ લોકડાઉનમાં નર્મદા જિલ્લાના હજારો લોકોને ભોજન ની સેવા તથા બે વખત બ્લડ કેમ્પ કર્યા હતાં સાથે સાથે રાજસ્થાનના 30 જેવા ફસાયેલા શ્રમજીવીઓને પણ મિત ગ્રુપ ના ખર્ચે વતન પહોંચાડ્યા હતાં.અને બીજી ઘણી બધી સારી સેવાઓ પણ કરી હોય આ કામગીરી ની કદર કરી ડભોઇની સંસ્થા યુથ ટુ ચેન્જ ફાઉન્ડેશન દ્વારા મિત ગ્રુપ,નર્મદાની ટીમને નોવેલ કોવિડ19 વિચ હેલ્પસ ઓફ સ્પ્રેડ હ્યુમીનીટી એન્ડ પોઝિટિવિસ્મ ઇન ધ એન્ટર નેસન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવતા મિત ગ્રુપ ના યુવાનોની આ પ્રવૃત્તિ બિરાદવતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી