નર્મદા જિલ્લામાં રવિવારે ૫ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : કુલ આંક ૮૬૦ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.નર્મદા જિલ્લામાં રવિવારે નવા ૦૫ દર્દી કોરોના પોઝિટિવ ના નોંધાયા હતા.
નર્મદા જિલ્લામાં નવા ૦૫ દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં રાજપીપળા આરબ ટેકરા-૦૧ અને શર્મા કોમ્પ્લેક્ષ સામે-૦૧ અને ગરુડેશ્વર તાલુકાના કેવડિયા-૦૧ જ્યારે તિલકવાડા તાલુકાના અલ્વા-૦૧ અને બૂંજેઠા ગામમાં-૦૧ મળી નર્મદા જિલ્લા માં કુલ ૦૫ દર્દી પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૨૧ દર્દીઓ સારવાર હેઠળ છે. કોવિડ કેર સેન્ટરમાં ૨૪ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૧૩ દર્દીઓ દાખલ છે.આજદિન સુધી જિલ્લામાં કુલ ૭૯૯ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૮૬૦ પર પહોચ્યો છે.આજે વધુ ૩૩૦ સેમ્પલ ચકાસણી હેઠળ છે.