ગુજરાત
News of Monday, 16th March 2020

નર્સિંગનો અભ્યાસક્રમ અંગ્રેજીમા હોવાથી આત્મહત્યાનો પ્રયાસ:વિદ્યાર્થીનીને બચાવી લેવાય :૧૮૧ મહિલા હેલ્પલાઇન છોટાઉદેપુર ટીમે પરિવારને સોંપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ધોરણ ૧૨ પછી નર્સિંગમાં અભ્યાસ કરતી વિધ્યાયર્થીનીઓ માટે છેલ્લા લગભગ ૨ વર્ષથી અભ્યાસ અંગ્રેજીમાં થતા ઘણી મુશ્કેલીઓ પડી રહી હોય નાપાસ થવાના ડરે કેટલીક વિદ્યાર્થીનીઓ અજુગતું પગલું ભરતી હોય છે તેવી જ ઘટના છોટાઉદેપુર માં બની હતી જોકે આત્મહત્યા કરવા ગયેલી વિદ્યાર્થિનીને બચાવી ૧૮૧ હેલ્પલાઈન ટીમે પરિવારને સોંપી ઉમદા કામગીરી કરી હતી.

  પ્રાપ્ત માહિતી મુજબ અંગ્રેજીમા જીએનએમનો અભ્યાસ ક્રમ હોવાથી સમજ ન પડતી હોય 19વર્ષની એક યુવતી જીવન થી નાસીપાસ થઈ કેનાલમા આત્મહત્યા કરવા કૂદી પડી ત્યારે રાહદારીઓની નજર પડતા તેને બચાવી લીધા બાદ કોઈકે 181મહિલા હેલ્પલાઇન ટિમ ને જાણ કરતા છોટાઉદેપુર સ્થિત અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક ઘટના સ્થળે ગઈ ગભરાયેલી યુવતીને આશ્વાસન આપી તેના પરિવારને સોંપવામાં આવી હતી.

  છોટાઉદેપુર પાસેના એક ગામની યુવતી જીએનએમ નો અમદાવાદ અભ્યાસ કરે છે આ અભ્યાસ અંગ્રેજી ભાષા મા હોવાથી તેને સમજવામાં મુશ્કેલી પડતી હતી જેથી તે કસોટીમા નાપાસ થતા તેને લાગી આવ્યું હતું જેથી હવે શુ કરવું તે ખબર ના પડતા મોટી કેનાલમા આત્મહત્યા કરવા કૂદી પડી પરંતુ રામ રાખે તેને કોણ ચાખે ની જેમ રાહદારી ની નજર પડતા તેને બચાવી લીધી હતી.આ રાહદારીએ અભયમને જાણ કરતા છોટાઉદેપુર વાન તાત્કાલિક ત્યાં પહોંચી ખુબ જ ગભરાયેલ યુવતીને અભયમ ટીમ ઘ્વારા સાંત્વના આપી જરૂરી સમજ આપી પરિવારનો સંપર્ક નંબર મેળવી તેમને બોલાવતા પરિવાર ત્યાં આવતા તેમને સોંપવામાં આવી હતી. પરીવારને પોતાની દીકરી હેમખેમ મળતા અભયમ ટીમનો આભાર માન્યો હતો.

(1:08 am IST)