News of Monday, 16th March 2020
વડગામના હેડ કોન્સ્ટેબલ ખુલ્લેઆમ રૂપિયા ઉઘરાવતા વિડિઓ વાયરલ થતા સસ્પેન્ડ : કડક કાર્યવાહી થશે

વડગામના પોલીસકર્મીનો વાયરલ વિડીયોનો મામલે પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયો છે
હેડ કોન્સટેબલ નરેન્દ્રસિંહ રેહેવરનો ખુલ્લેઆમ રુપિયા ઉઘરાવતો વિડીયો વાયરલ થયા હતો આ કોન્સ્ટેબલ ખુલ્લે આમ વાહનો રોકીને રૂપિયા ઉઘરાવતો હતો. એક વાહન દીઠ તે 300 રૂપિયા માગી રહ્યો હતો. સાથે જ તે ખુલ્લેઆમ રૂપિયા લઈને એવું કહેતો હતો કે, સાહેબને પણ રૂપિયા આપવા પડે છે.
આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો વાઈરલ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ઉઠ્યો છે. બાદ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકએહેડ કોન્સટેબલ નરેન્દ્રસિંહ રેહેવરને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવા આદેશ કર્યો છે અને સમગ્ર મામલે પાલનપુર DYSPને તપાસ સોંપી છે તપાસ બાદ પોલીસ કર્મચારી સામે કડક કાર્યવાહી થશે
(11:06 pm IST)