કોરોનાને લઈ નર્મદા વહીવટીતંત્ર દ્વારા શાળા કોલેજો બંધ રાખવા આદેશ:સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખવા હજુ કોઈ જાણ નથી થઈ: કલેક્ટર,નર્મદા
રાજપીપળા ખાતેના કાળકામાતા મંદિરે ચૈત્રી નવરાત્રીનો મેળો આ વર્ષે નહિ ભરાય : મેળો ચાલુ રાખવા માંગ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોના વાઇરસે ચાઈના બાદ સમગ્ર વિશ્વના દેશોને બાનમાં લીધા છે. ભારતમાં પણ અનેક રાજ્યોમાં કોરોના અસરગ્રસ્ત કેસો જોવા મળ્યા બાદ સરકાર દ્વારા તેની સામે રક્ષણાત્મક પગલાંના ભાગરૂપે ગુજરાતની તમામ શાળા, કેલેજો, આંગણવાડી, થિયેટરો, સ્વિમિંગપુલ વિગેરે બંધ રાખવા આદેશ કરાયા છે ત્યારે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ નર્મદા જિલ્લામાં આદેશ કરાયા છે તેમ નિવાસી અધિક કલેકટર એચ.કે. વ્યાસે જણાવ્યું હતું.
આ સંદર્ભે નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી કે.પી.પટેલે જણાવ્યું કે નર્મદા જિલ્લા આરોગ્ય તંત્ર કોરોના વાઇરસ ને લઈ સંપૂર્ણ સજ્જ છે આ માટે જિલ્લાના મુખ્ય મથકે આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે જરૂરી દવાઓ અને માસ્ક પણ ઉપલબ્ધ છે ઉપરાંત જિલ્લામાં બહારના દેશમાથી આવતા લોકો માટે કોરનટાઇલ કરવા માટે જરૂરી સુવિધા ઉભી કરાઈ છે.જેમાં ડેડીયાપાડામાં તેહરાન દેશ થી આવેલ એક વ્યક્તિને કોરનટાઇલ કરાયો છે અને તે સ્વસ્થ છે જિલ્લામાં કોઈ પણ કેશ પોઝિટિવ નથી અને લોકોએ ગભરાવાની જરૂર નથી તકેદારી રાખવા લોકોને જણાવ્યું છે.અત્યારસુધી જિલ્લામાં બહારના દેશ માંથી આવેલ વ્યક્તિઓમાં ૮ ભારતીય અને ૪ વિદેશી નાગરિકો છે પણ હજુ સુધી કોઈ કોરોના અસરગ્રસ્ત કે શંકાસ્પદ કેશ નર્મદા જિલ્લામાં નથી.
હાલ કોરોના વાઇરસે સમગ્ર વિશ્વને બાનમાં લીધુ છે ત્યારે ગુજરાતની તમામ શાળા કોલેજો સ્વિમિંગ પુલ, સિનેમા ઘરો આજથી બંધ રાખવા સરકાર દ્વારા આદેશ અપાયો છે ત્યારે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર તરફથી પણ તકેદારી ના ભાગરૂપે આદેશ આપી દેવાયા છે.પરંતુ નર્મદામાં આવેલ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા હજારો પ્રવાસીઓના સ્વાસ્થ્ય ને ધ્યાને રાખી સ્ટેચ્યુ પણ બંધ રહેશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે પરંતુ આ માટે હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી ત્યારે હાલ મીની વેકેશન જાહેર થયા બાદ લોકો પ્રવાસન સ્થળોએ દોટ મુકશે તેવી સંભાવના રહેલી હોય સરકાર દ્વારા પ્રવાસન સ્થળોને પણ લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખી બંધ રાખવા જોઈએ તેવી લોકોમાં ચર્ચા સંભળાઈ રહી છે.
આ બાબતે નર્મદા કાકેક્ટર મનોજ કોઠારી સાથે વાત કરતા જણાવ્યું કે શાળા,કલેજ સહિતની જગ્યાઓ બંધ રાખવા સરકારે સત્તાવાર જાહેરાત કરી માટે એ બંધ રાખવા આદેશ અપાયા છે પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ ન હોય હાલ પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ખુલ્લું જ છે.
કોરોના વાઇરસને કારણે ચૈત્ર મહિનામાં ભરાતા નવરાત્રીના મેળાનું આયોજન સરકાર દ્વારા મોકૂફ રાખવામાં આવ્યું છે એટલે આ વર્ષે રાજપીપળા ખાતે કાલિકા માતાનો મેળો નહિ ભરવા રાજપીપળા હિન્દૂ દેવસ્થાન કમિટી એ નક્કી કર્યું છે. કોરોના વાઇરસ અંગે સાવચેતી રાખવાની હોય પાંચ થી વધુ માણસોએ ભેગા નહિ થવાની વાતને લઈ આગામી 25 માર્ચ ના રોજ થી શરૂ થનારો કાળકા માતાના મંદિરે ભરાતો ભાતીગળ મેળો આ વર્ષે નહી ભરાય તો મોટી સંખ્યામાં મેળામાં આવવાનું લોકો ટાળે તેમ હિન્દૂ દેવસ્થાન કમિટીના સભ્ય ગજેન્દ્ર સિંહ જાડેજાએ જણાવ્યું હતું.
જ્યારે ધોબી સમાજના આગેવાન રાકેશભાઈ ધોબીએ જણાવ્યું કે કાલકા માતા અમારી કુળદેવી છે. વર્ષોથી અહીંયા મેળો ભરાય છે. અમે દર વર્ષે પૂજા પાઠ કરીએ છે.અન્ય ભક્તો પણ બહાર થી નવરાત્રી દરમ્યાન પૂજા કરવા આવે છે.માટે આ મેળો ચાલુ રાખવો જોઈએ .