BAPS ના વડા પૂ ,મહંત સ્વામીની તબિયત લથડી : હોસ્પિટલમાં લઇ જવાયા

અમદાવાદઃ સ્વામિનારાયણ સંપ્રદાય બીએપીએસ (બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા)ના વડા મહંત સ્વામીની તબીયત લથડી છે.
મળતી વિગત મુજબ તેમની સારવાર અમદાવાદની શાહીબાગ ખાતે આવેલી યોગીજી મહારાજ હોસ્પિટલમાં થશે. તેમને હોસ્પિટલમાં લઈ જવાઈ રહ્યા છે. હજુ તેમની તબીયત અને બિમારી અંગે વધુ જાણકારી મળી શકી નથી. આ સંદર્ભે બી એ પી એસ સંસ્થાના પ્રવક્તા ઋષભ પટેલે જણાવ્યું કે, સ્વામીની તબિયતને લઈને તેમના રૂટિન ચેકઅપ માટે તેમને હોસ્પિટલમાં લઈ જવાઈ રહ્યા છે. આ ચેકઅપ દર ૩ મહિને કરીએ છીએ.
અગાઉ પણ મહંત સ્વામીની તબીયતને લઈને તેમના વિવિધ રિપોર્ટ્સ કઢાયા હતા. તેમને તે વખતે તબીબોએ ઓછો કાર્યભાર સંભાળવાની અને તબીયત પર ધ્યાન આપવાની સલાહ આપી હતી. તે વખતે જ તેમનો ખોરાક અત્યંત ઓછો હતો. તેઓને ચાલવામાં પણ તેમની પહેલાની ઝડપ કરતાં ઘણી ઓછી રહેતી હતી. તેમના મસલ્સ પણ અશક્ત રહેતા હતા. તેઓની હાલ ઉંમર 86 વર્ષની છે. જ્યારે પ્રમુખ સ્વામી અક્ષરધામ વાસી (મૃત્યુ પામ્યા) થયા ત્યારે તેમણે સંસ્થાનો ભાર તેમના ખભે સોંપતા ગયા હતા. લાખો કરોડોની સંખ્યામાં હરિભક્તોથી જોડાયેલી આ સંસ્થાના વડા તરીકે હાલ મહંત સ્વામી કાર્યભાર સંભાળે છે. તેઓનો જન્મ 13 સપ્ટેમ્બર 1933માં થયો હતો. સ્વામીનારાયણ સંપ્રદાયના છઠ્ઠા આધ્યાત્મીક ઉત્તરાધીકારીના રુપે તેમને સંબોધિત કરાય છે. તેમને 1961માં યોગીજી મહારાજ તરફથી હિન્દુ સ્વામીના રુપે દીક્ષા અપાઈ હતી.