News of Monday, 16th March 2020
નર્મદા : લગ્નના બીજાજ દિવસે પરણીતા પોતાના દાદાના ઘરેથી ગુમ થતા અનેક શંકા
૧૨ માર્ચે લગ્ન થયા ૧૩ માર્ચે સામાજીક રીત રીવાજ મુજબ દાદાના ઘરે આવી ત્યાં લગ્નના ઉજાગરાના કારણે બધા સુતા હોય ઉઠીને જોયું તો પરણીતા ગુમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગંભીરપુરા ગામની દીકરીના લગ્ન વાસલા ગામે કર્યાના બીજાજ દિવસે કયાંક ગુમ થતાં અનેક તર્ક વિતર્ક સેવાઈ રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગંભીરપુરા ગામમાં દાદાના ઘરે રહેતી શોભનાબેન સુરેશભાઇ તડવી (ઉ.વ.૨૧)ના ગત તા.૧૨ માર્ચે વાંસલા ગામે લગ્ન થયા હતાં લગ્ન બાદ વાસલાથી લગ્નના સામાજીક રીત રીવાજ પુરો કરી બધા બપોરે ગંભીરપુરા ગામે આવેલા અને ઘરના બધા સભ્યો સાથે શોભના પણ લગ્નના ઉજાગરાના કારણે ઘરે સુઇ ગયેલી ત્યારબાદ સાંજે ઘરના સભ્યો એ ઉઠીને જોયુ તો શોભના ઘરે જોવા ન મળતા તેની તપાસ કરતા ક્યાંયે ન મળતા આખરે પરિવારે ગુમ થયાની ફરિયાદ રાજપીપળા પો.સ્ટે.માં આપતા પોલીસે તપાસ હાથ ધરી છે
(9:51 pm IST)