દાહોદ જિલ્લામાં બાળ લગ્ન અટકાવતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દાહોદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: એક જાગૃત વ્યક્તિ એ 181અભયમ મહિલા હેલ્પલાઇનમા ફોન કરી જણાવેલ કે અમારા ગામમા બાળ લગ્ન થવાના છે જેથી અભયમ રેસ્ક્યુ વાન દાહોદ તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળ લગ્ન અટકાવવામાં સફળતા મેળવી હતી.
દાહોદ જિલ્લાના બારીયા તાલુકાના એક ગામમા બાળ લગ્ન અટકાવવા માટે જાગૃત વ્યક્તિના ફોનના આધારે દાહોદ ની અભયમ ટીમ સ્થળ પર પહોંચી દીકરીનું સર્ટી ચેક કરતા તેની ઉંમર માત્ર 14વર્ષ ની હતી જેથી બાળ લગ્ન પ્રતિબંધક ધારા હેઠળ આ લગ્ન ગુનો બનતો હોઈ ગામના આગેવાનો,પરિવારને સમજ આપી જેથી તેમણે બાળ લગ્ન નહીં કરીએ તેવી ખાત્રી આપી હતી,આ બાળ લગ્ન અટકાવ્યા હતા ત્યારબાદ અભયમ ટીમે એમ પણ જણાવ્યું કે આ લગ્ન દીકરી પુખ્ત વયની થાય પછી કરી શકસો.આમ અભયમ ટીમે એક બાળ લગ્ન અટકાવ્યા હતા.