સુરત મામાના ઘરે વેકેશનમાં આવેલ બાળક ખાડીમાં તણાતાં મોત :પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો
ફાયર બ્રિગેડને ચાર કલાકની જહેમત બાદ મૃતદેહ મળ્યો : પરિવારમાં કરુણ આક્રંદ

સુરતના વરાછા વિસ્તારમાં એક બાળક મામાને ત્યાં વેકેશન કરવા આવ્યા હતો અને ઘર પાસે રમતા અચાનક નજીક માંથી પસાર થતી ખાડીમાં પડી જતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી જોકે સાત વર્ષનો બાળક ખાડીમાં પડી જવાની જાણકારી મળતા સ્થાનિકો સાથે ફાયર વિભાગ દોડી આવીને બાળકની શોધખોળ કરી 4 કલાક ની જેહમત બાદ આ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે
સુરતના વરાછા વિસ્તારમાં આવેલ વિવેકાનંદ સોસાયટી નજીક આવેલ કુબેરનગર ખાડીમાં આજે બપોરે એક 5 વર્ષીય બાળક અચાનક રમતા રમતા પડી જતા તે પાણીમાં તણાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ પરિવારે આક્રંદ મચાવ્યું હતું.
ઘટનાની જાણ થતા સ્થાનિકો ખાડીમાં ઉતરી પડ્યા હતા અને બાળકની શોધખોળ શરૂ કરી હતી. જોકે, કાદવ-કીચડની વચ્ચે તણાયેલા બાળકનો પતો મળ્યો નહોતો.
ફાયર બ્રિગેડના લાશ્કરોએ કુબરનગરની ખાડીમાં ખૂબ શોધખોળ કરતા ભારે જહેમત ઉઠાવી હતી. ખાડીને બોક્સ બનાવવાનું કામ શરૂ હતું ત્યારે જ આ દુર્ઘટના થઈ હતી.