ગુજરાત
News of Monday, 16th March 2020

આણંદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા:હારજીતનો જુગાર રમતા કુલ 13 શખ્સોને 36 હજારની રોકડ સાથે પોલીસે દબોચ્યા

આણંદ: જિલ્લામાં આજે અલારસા, પ્રતાપપુરા અને પેટલાદમાં પોલીસે છાપાઓ મારીને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં કુલ ૧૩ શખ્સોને ૩૬ હજારની રોકડ રકમ સાથે ઝડપી પાડીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર બોરસદ શહેર પોલીસે અલારસા ગામની ઈન્દિરા કોલોની ચરામાં સાંજના સુમારે છાપો મારીને નટુભાઈ અમરસિંહ પરમાર અને અંબાલાલ રઈજીભાઈ ઓડને ઝડપી પાડીને તેમની પાસેથી રોકડા ૮૯૭૦ જપ્ત કર્યા હતા.

(5:58 pm IST)