બોરસદમાં કુરિયરના સ્વાંગમાં આવેલ ગઠિયાએ બે મહિલાના ગળામાંથી સોનાની ચેઇન લૂંટી લઇ રફુચક્કર થઇ જતા ગુનો દાખલ

બોરસદ: શહેરમાં ગત ૨૭મી તારીખનો રોજ બપોરના સુમારે ત્રાટકેલા એક બાઈક ચાલક લૂંટારાએ બે મહિલાઓના ગળામાંથી સોનાના દોરાની લૂંટ કરીને ફરાર થઈ જતાં આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને લૂંટારાના વર્ણનના આધારે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બોરસદ શહેરના તોરણાવમાતા રોડ ઉપર આવેલી ખોડલધામ સોસાયટીમાં રહેતા વસંતબેન ધનસુખભાઈ પટેલ (ઉ. વ. ૫૭)ગત ૨૭મી તારીખના રોજ બપોરના સુમારે ઘરે એકલા જ હતા. ત્યારે સવા ત્રણેક વાગ્યાના સુમારે એક બાઈક સવાર શખ્સ આવી ચઢ્યો હતો અને તેણે બારણું ખખડાવીને તમારું કુરીયર આવ્યું છે તેમ કહેતાં જ વસંતબેન બહાર નીકળ્યા હતા. જેથી પેલા શખ્સે એક કાગળ આગળ ધરીને તેમા સહી કરવાનુ ંજણાવ્યું હતુ. કુરીયરની ટપાલ પર તેમનું નામ નહીં લખેલું હોય તેમણે આ અંગે પુછતાં પેલા શખ્સે તમારું નામ હોય કે ના હોય તમે સહી કરી આપોને તેમ કહેતા જ વસંતબેન સહી કરવા જતાં પેલા શખ્સે ગળામાં પહેરેલ સોનાની ચેઈન કે જેની કિંમત ૮૬૦૦ રૂપિયા જેટલી થવા જાય છે તેની તોડીને લૂંટી બાઈક પર સવાર થઈને ફરાર થઈ ગયો હતો. વસંતબેને બુમાબુમ કરતાં પડોશીઓ આવી પહોંચ્યા હતા અને બાઈક ચાલકનો પીછો કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તે ક્યાંથી ક્યાં નીકળી ગયો હતો.