ગુજરાત
News of Monday, 16th March 2020

મહેમદાવાદના કાચ્છઈમાં સાવકી માતાએ પુત્રો સાથે મળી 20 વીઘા જમીનમાંથી પરિણીત પુત્રીનું નામ કઢાવી જમીન બારોબાર વેચી દેતા પોલીસ ફરિયાદ

મહેમદાવાદ: તાલુકાના કાચ્છઈ ગામમાં રહેતાં સાવકી મા અને તેના પુત્રોએ ભેગા મળી ૨૦ વીઘા જમીનમાંથી પરિણીત પુત્રીનું નામ કાઢી જમીનનું વહેંચણી કરાર તેમજ વેચાણ કરી દેતાં ચકચાર મચી છે. આ બનાવની જાણ પરિણીત પુત્રીને થતાં ખોટા દસ્તાવેજ ઊભા કરી જમીન નામે કરાવી લેનાર સાવકી મા તેમજ તેના પુત્રો સહિત કુલ સાત સામે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મહેમદાવાદ તાલુકાના કાચ્છઈ ગામમાં રહેતાં દિલિપસિંહ જેસીંગભાઈ ડોડીયાના બાલુબેન નામની યુવતિ સાથે થયાં હતાં. લગ્ન ફળ રૂપે દિલિપસિંહને નીતાબેન નામની પુત્રી જન્મી હતી. જો કે બીમારીને કારણે સન ૧૯૭૪માં બાલુબેન ગુજરી ગયાં હતાં. તે વખતે નીતા નાની હોઈ પુત્રીને માની ખોટ પુરાય તેવા હેતુથી દિલિપસિંહે તેજુબેેન નામની યુવતિ સાથે બીજા લગ્ન કર્યાં હતાં. તેના ફળરૂપે તેજુબેનને બે પુત્રો તેમજ એક પુત્રી જન્મી હતી. મોટો પુત્ર ધર્મેન્દ્રસિંહ, નાનો પુત્ર જયદિપ અને પુત્રી રેખા હતી. નીતાબેન ઉંમરલાયક થતાં તેના લગ્ન અમદાવાદના ઈસનપુરમાં રહેતાં લખપતિ ચૌહાણ સાથે કરવામાં આવતાં તે સાસરીમાં રહેવા ચાલી ગઈ હતી. બીજી બાજુ સન ૧૯૯૨માં દિલિપસિંહનું અવસાન થયું હતું.

(5:57 pm IST)