News of Monday, 16th March 2020
પ્રાંતિજ તાલુકાના ધડકણમાં કરોલ ગામના બે શખ્સોએ પુત્રીને મળવા આવેલ પિતાની કાર પર ફટકા મારતા પિતાએ પુત્રી સહીત ચાર અન્ય સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

પ્રાંતિજ: તાલુકાના ઘડકણ ગામના દિનેશભાઈ પટેલ પોતાની પુત્રી પાયલને મળવા કાર લઈને મંગળવારના રોજ કરોલ ગામે ગયા હતા ત્યારે કરોલ ગામના બે શખ્સોએ ધારીયુ લઈ તેમની કાર પર ફટકા મારી કારના કાચ તોડી નાખ્યા હતા અને એક મહિલાએ તેમની સાથે ઝપાઝપી કરી હતી તેમજ તેમની પુત્રી પાયલે પોતાના પિતાને અપશબ્દો બોલી ધમકી આપતાં તેમના પિતાએ પોતાની પુત્રી સહિત ચાર વ્યકિત વિરૂદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો છે.
પ્રાંતિજના ઘડકણ ગામના દિનેશભાઈ શંકરભાઈ પટેલની પુત્રી પાયલે પોતાના પિતાની મરજી વિરૂદ્ધ કરોલ ગામના કલ્પેશ જગદીશભાઈ પટેલ સાથે ચાર ફેબ્રુઆરી 2020ના રોજ ઘરે કહયા વગર જતી રહી હતી અને તેની સાથે પત્ની તરીકે કરોલ ગામે રહેતી હતી.
(5:56 pm IST)